SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીતસાધનાનું લક્ષ્યા ૧૯મી સદીના સમર્થ સંગીતકાર લુડવિગ ફાન બીથોવનને બાળપણથી પિયાનોપાદનમાં ખૂબ રુચિ હતી. બીથોવન એમના ઘરમાં પિયાનો વગાડતા, ત્યારે આજુબાજુથી પસાર થતા લોકો પણ ઊભા રહીને સાંભળવામાં લીન બની જતા. પોતાની મહેનત અને લગનને કારણે બીથોવન એક સમર્થ પિયાનોવાદક તરીકે સર્વત્ર ખ્યાતિ પામ્યા. ૧૭૯૬માં એમની શ્રવણશક્તિ ઘણી ઓછી થઈ ગઈ અને ૧૮૦૧ સુધીમાં તો આ વ્યાધિ અત્યંત વધી ગયો. વાતચીત માટે નોટબુક અને લેખિનીનો ઉપયોગ કરવો પડતો હતો. એક સંગીતકારને માટે આનાથી વધુ બીજી કઈ દુઃખદાયક કે આઘાતજનક બાબત હોય ? પરંતુ આથી હતાશ કે નિરાશ થવાને બદલે એમણે સમકાલીન સંગીત-પરંપરાનાં બધાં જ સ્વરૂપોમાં શ્રેષ્ઠ રચનાઓનું સર્જન કર્યું. એમને માટે સંગીત એ બંધિયાર પરિસ્થિતિમાંથી મુક્તિનો માર્ગ હતો અને માનવતાની અભિવ્યક્તિ હતી. કલામાં એમણે પોતે ભોગવેલી યાતનાઓ જ નહીં, પણ જીવનભર સેવેલા આદર્શોને પણ સ્પષ્ટ અભિવ્યક્તિ આપી. એક વાર બીથોવનને સંગીતવાદનના કાર્યક્રમને માટે નિમંત્રણ મળ્યું. એમણે એનો સહર્ષ સ્વીકાર કર્યો અને પ્રેક્ષકો તરફ પીઠ રાખીને સંગીત-પ્રસ્તુતિ કરી. એ સ્વયં એમનું સંગીત સાંભળી શકતા નહોતા. બીજી બાજુ શ્રોતાજનો એમની સિમ્ફનીઓથી રસતરબોળ બની રહ્યા હતા. વાદન સમાપ્ત થતાં દર્શકો ભણી પીઠ રાખીને બીથોવન પોતાનો સાજ એકઠો કરવા લાગ્યા, ત્યારે એમના એક સાથીએ એમનો ચહેરો શ્રોતાઓ તરફ ઘુમાવ્યો. બીથોવને જોયું કે આ શ્રોતાઓ એમના સન્માનમાં ઊભા થઈને તાલીઓ પાડતા હતા, પણ જ્યારે શ્રોતાઓને ખ્યાલ આવ્યો કે બીથોવન ન તો પોતાની સિમ્ફની સાંભળી શકે છે કે હિS @ ન તો તાલીઓનો આ હર્ષધ્વનિ, ત્યારે સહુની આંખમાં આંસુ ઊમટી આવ્યાં, પણ એથીય ૭૭= મંત્ર માનવતાનો વિશેષ તો આ મહાન સંગીતકારની અપ્રતિમ સાધના પ્રત્યે સહુનું મસ્તક ઝૂકી ગયું. 71
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy