SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ નિસાસો નાખ્યો છે ખરો ? અમેરિકાના ન્યૂજર્સીના પેટરસન શહેરમાં રહેતા હોન પામર લશ્કરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. લશ્કરની કામગીરીમાંથી નિવૃત્ત થયા બાદ એમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં તો વેપાર બરાબર ચાલ્યો, કિંતુ સમય જતાં સ્પેર-પાર્ટ્સની તકલીફ પડવા માંડી. પછી માથા પર ચિંતા સવાર થઈ કે આ આખોય ધંધો પડી ભાંગશે, તો શું થશે ? આ ચિંતાને કારણે લશ્કરી દિમાગ ધરાવતા હોન પામરનો સ્વભાવ ગુસ્સાવાળો અને ઝઘડાખોર બની ગયો. વ્યવસાયની મુશ્કેલીથી મૂંઝાઈને ઉશ્કેરાટવાળા થયેલા સ્વભાવને કારણે એમના ઘરસંસાર પર પણ અસર થઈ અને એક દિવસ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એમનું આખું કુટુંબ છિન્નભિન્ન થઈ જાય ! આ સમયે જ્હોન પામરને મળવા માટે એમનો લશ્કરી જીવનનો દિવ્યાંગ સાથી આવ્યો. એણે જોયું તો એનો આ ખડતલ મિત્ર ચિંતાને પરિણામે દૂબળો-પાતળો થઈ ગયો હતો અને વારંવાર નિસાસા નાખતો હતો. એણે કહ્યું, ‘પ્રિય હોન, બન્યું છે એવું કે તું એમ માની બેઠો છે કે દુનિયાનાં સઘળાં દુઃખોનો પહાડ તારા પર એકસાથે તૂટી પડ્યો છે. આમ અકળાઈ જવાને બદલે બજાર સુધરે અને સ્પેર-પાર્ટ્સ મળતા થાય, એટલો સમય રાહ જો ને ! એમાં શું ખાટું-મોળું થઈ જવાનું છે. યુદ્ધમાં મારો એક હાથ કપાઈ ગયો અને ચહેરો સાવ કદરૂપો બની ગયો, છતાં મેં ક્યારેય એ અંગે નિસાસો નાખ્યો છે ખરો ! તને ફરિયાદ કરી છે ખરી ? આથી તારા સ્વભાવમાં પરિવર્તન લાવ, નહીં તો એવું થશે કે તું સ્વાથ્યથી, ઘરસંસારની શાંતિથી, મિત્રોના સ્નેહભાવ અને સમાજના સભાવથી હાથ ધોઈ બેસીશ.” | દિવ્યાંગ મિત્રની વાત સાંભળીને જ્હોન પામર આત્મનિરીક્ષણમાં ડૂબી ગયા અને મનોમન નક્કી કર્યું કે એ જિંદાદિલ લશ્કરી માનવી તરીકે યુદ્ધમાં ઝઝૂમ્યા, એ જ રીતે હિંમતભેર અને હસતાં હસતાં આવનારા સંઘર્ષોનો સામનો કરીશ. બન્યું એવું કે બજાર ) મંત્ર માનવતાનો. સુધર્યું, જ્હોન પામરનો સ્વભાવ પણ સુધર્યો અને એમનું જીવન બરબાદ થતાં રહી ગયું. " 147
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy