SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર માનવતાનો 38 લોકનેતાની ચિંતા રશિયાના મહાન ક્રાંતિકારી નેતા વ્લાદિમિર ઇલિ ઇલિયાનાંવ લેનિન પર એમના વિરોધીઓએ હુમલો કર્યો અને ગંભીર ઈજા પહોંચાડી. લેનિનને ડૉક્ટરોએ સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી. એવામાં એક દિવસ લેનિનને સમાચાર મળ્યા કે દેશની સૌથી મુખ્ય રેલવે લાઇનને નુકસાન થયું છે અને એને તેનું તાત્કાલિક સમારકામ અતિ જરૂરી છે. જો સમયસર સમારકામ નહીં થાય, તો દેશને ગંભીર નુકસાન સહન કરવું પડે અને પ્રજાને પારાવાર હાલાકી અનુભવવી પડશે. આ સાંભળી લેનિનના સાથીઓ લેનિન પાસે દોડી આવ્યા અને એમનું માર્ગદર્શન માગ્યું. એક સાથીએ કહ્યું, ‘એમ લાગે છે કે માત્ર રોજગારી મેળવતા મજૂરો પર આધાર રાખી શકાય એવું નથી, કારણ કે તેઓ ટૂંકા સમયમાં આ કામ પૂરું કરી શકશે નહીં. આથી આપણે જાતે જઈને સમારકામ શરૂ કરી દઈએ.' લેનિને સંમતિ આપી અને બધા લોકો રેલવેલાઇન પાસે પહોંચી ગયા. ઝડપથી કાર્ય સિદ્ધ થાય તે માટે મજૂરોને સાથ આપતા. આ દેશભક્તોને જોવા માટે મોટી ભીડ જામી ગઈ. અચાનક લોકોની નજર એક પાકેલા અને બીમાર માણસ પણ પડી. એ મોટા પથ્થરો ઊંચકીને કામમાં લાગી ગયો હતો. લોકોએ જોયું તો એ ખુદ લેનિન હતા ! બધાએ કહ્યું, ‘અરે, તમારી આવી તબિયત છે, ડૉક્ટરે સંપૂર્ણ આરામ લેવાનું કહ્યું છે અને તમે શા માટે પથ્થર ઊંચકવાનું કામ કરો છો ?' લેનિને સહજતાથી કહ્યું, અરે, હું તો મારા સાથીઓ સાથે કામ કરવા આવ્યો છું. જે જનતાની વચ્ચે રહે નહીં, જનતાની મુશ્કેલીઓને સમજે નહીં અને પોતાના આરામનો પહેલો વિચાર કરે, એને ભલા કોણ જનનેતા કહેશે મ
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy