SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ હૂંફાળા સ્વજનનો મેળાપ જાપાનના હિરોશિમા શહેર પર અમેરિકાએ વિનાશક અણુબૉમ્બ નાખ્યો. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની શરણાગતિ માટે અમેરિકાએ અંતિમ કક્ષાનો ઉપાય અજમાવ્યો. હિરોશિમા પર બૉમ્બ પડતાં જ કેટલાય માણસો મૃત્યુ પામ્યા. કેટલાય ઈજાગ્રસ્ત બન્યા અને સેંકડો મકાનો ખાખ થઈ ગયાં. આ મહાવિનાશમાંથી જે જીવતા બચ્યા, તે અણુબૉમ્બે સર્જેલી અસહ્ય ગરમીની બળતરાથી બળી રહ્યા હતા. આવે સમયે કુગુઓ નામનો જાપાની બાળક વિનાશ પામેલા હિરોશિમા શહેરમાં પોતાના ઘરને શોધી રહ્યો હતો. સઘળું નષ્ટ થઈ ચૂક્યું હતું. આમતેમ અથડાતોઅથવતો એ ચોતરફ ભમી રહ્યો હતો. પોતાનું ઘર મળી જાય અને કોઈ બચેલો સ્વજન મળી જાય, એ આશામાં ભૂખ્યો-તરસ્યો, થાકેલો આ બાળક ઘૂમતો હતો. કુઝઓ નવેક દિવસ સુધી આમતેમ રખડ્યો. આખરે એ જ્યાં રહેતો હતો, તે ઘરની જગ્યા એને મળી. મનમાં અપાર આનંદની લહેર ઊઠી અને શમી ગઈ. એનું ઘર તો નષ્ટ થઈ ગયું હતું. માત્ર કાટમાળ પડ્યો હતો. ઘરની યાદો શોધતો હોય તેમ ધ્વસ્ત મકાનમાંથી કશુંક મળે તેવો પ્રયાસ કરતો હતો. એવામાં એને અડધા બળેલા કંતાનમાંથી એનું ત્રીજા ધોરણનું પુસ્તક હાથ લાગ્યું. ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તકને એણે છાતીસરસું ચાંપી દીધું અને તરત જ એમાંથી મુખપાઠ કરેલી કવિતાઓ ગાવા લાગ્યો. વિષાદનો બોજ દૂર થઈ ગયો ને ચહેરા પર અપાર આનંદ છલકાઈ રહ્યો. જ્યાં બધું જ વિનાશ પામ્યું હતું, ત્યાં વેદનાની પરિસ્થિતિમાં એને જીવવાનો ઉત્સાહ સાંપડ્યો. એની નિશાળ, ગોઠિયાઓ, ધીંગામસ્તી એ બધું સ્મરણમાં ઊભરાવા લાગ્યું. સર્વ સ્વજનો અને ઘરને ગુમાવી હિ બેઠેલા કુઝુઓને ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તકથી કોઈ હૂંફાળા, ઉત્સાહભર્યા સ્વજનના ૭/U ઈ છે મેળાપનો અનુભવ થયો. મંત્ર માનવતાનો 107
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy