SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મહેનતનું ફળ. ફિલિપાઇન્સના પ્રમુખ રેમન મેગ્સસેને ખબર મળી કે બંધ બાંધવા માટે વિદેશથી આવનારી સામગ્રી મળવામાં વિલંબ થાય તેમ હોવા છતાં એનો મુખ્ય ઇજનેર કોઈ પણ સંજોગોમાં આ બંધ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અથાગ પ્રયત્ન કરી રહ્યો છે. બંધના બાંધકામનું જાતનિરીક્ષણ કરવા માટે સ્વયં પ્રમુખ રેમન મેસેસે એના નિર્માણ-સ્થળ પર પહોંચ્યા. એમણે જોયું કે બંધનું નિર્માણકાર્ય સાચે જ ઝડપભેર ચાલી રહ્યું હતું અને મુખ્ય ઇજનેર સામાન્ય મજૂરની માફક કામ કરી રહ્યો હતો. વાત એવી હતી કે વિદેશથી આને માટે પંપ આવવાના હતા, પરંતુ એ પંપ સમયસર ન આવતાં ઇજનેરે જૂની અમેરિકન ડીઝલ ટ્રકોનો ઉપયોગ કર્યો, પણ કામ સહેજે અટકાવ્યું નહીં. આ જોઈને પ્રમુખ રેમન મેગ્સસે પ્રસન્ન થયા. એ એન્જિનિયર પાસે જઈને બોલ્યા, ‘તમે પંપની જગાએ ડીઝલ ટ્રકનો ઉપયોગ કરો છો, પરંતુ આને કારણે જો કોઈ નુકસાન થશે, તો મુખ્ય અધિકારી તરીકે તમે જવાબદાર છો એનો તમને ખ્યાલ છે ખરો ને ?” એન્જિનિયરે સહેજે સંકોચ વગર કહ્યું, ‘હા, મને એનો પૂરો ખ્યાલ છે. કોઈ મારો જવાબ માગે તો હું જવાબ આપવા તૈયાર છું, પરંતુ મારું કામ અટકાવવા તૈયાર નથી.' આ જોઈને ગદ બની ગયેલા રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘તમારો જમણો હાથ ઊંચો કરો.” અને પછી આનંદભેર શાબાશી આપતાં કહ્યું, “કામ પ્રત્યેની તમારી લગની, સૂઝ અને કર્તવ્યનિષ્ઠાથી પ્રભાવિત થઈને હું તમને મુખ્ય ઇજનેરમાંથી નિર્માણ વિભાગના ઉપસચિવ પદના શપથ અત્યારે અને અહીં જ આપું છું.' આ જ પ્રમુખ રેમન મેગ્સસેની વાત સાંભળીને સહુ કર્મચારીઓએ તાળીઓ પાડીને મંત્ર માનવતાનો પોતાનો આનંદ પ્રગટ કર્યો. બધાએ સ્વીકાર્યું કે મુખ્ય ઇજનેરની રાતદિવસની મહેનતનું 100 આ સુયોગ્ય ફળ છે.
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy