SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાનો પુરુષાર્થ વર્ષો પૂર્વે અમેરિકામાં ગુલામ તરીકે આવેલા એક આફ્રિકનનો પત્ર જ્હોન ઍચ. જૉન્સન આર કાન્સાસ શહેરની નજીકના ગ્રામવિસ્તારમાં જન્મ્યો હતો. એ છ વર્ષનો હતો. ત્યારે એના પિતા લાકડા વહેરવાનાં કારખાનાંમાં અકસ્માત થતાં મૃત્યુ પામ્યા અને માતા તથા સાવકા પિતાને હાથે જ્હૉન્સનનો ઉછેર થયો. એ સમયે આફ્રિકન અમેરિકન પ્રત્યે અમેરિકામાં ગુલામો જેવું જ વર્તન કરવામાં આવતું હતું. દૂરના વિસ્તારમાં અલાયદી ખીચોખીચ વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલમાં એણે પ્રાથમિક શાળાનો અભ્યાસ શરૂ કર્યો. પ્રબળ વિદ્યાપ્રીતિને કારણે એણે સ્કૂલના વંકેશનમાં કામ કરવાનું વિચાર્યું, પણ કુટુંબમાં કારમી ગરીબાઈ ડેડવામાં કોઈ સફળતા મળી નહીં. એની માતાને પણ ઘરકામ કરનારી નોકરબાઈની નોકરી મળી નહીં અને બે વર્ષ સુધી તો સરકાર દ્વારા અપાતી સહાય પર જીવન ગાળવું પડ્યું. ભણવાની ધગશ હોવાથી જ્હૉન્સન હાઇસ્કૂલમાં દાખલ થયો, પણ એના લઘરવઘર કપડાં અને એની ગામડિયા રીતભાતને કારણે સહુ કોઈ એને મહેણાં-ટોણાં મારતાં અને સતત પજવતા હતા, આમ છતાં જ્હૉન્સને વિચાર કર્યો કે ગમે તે થાય, એ એના જીવનમાં ‘કશુંક બનવા' ચાહે છે. નિશાળના અભ્યાસની સાથે એક ઑફિસમાં કામ કરવા લાગ્યો, જેમાં એનું એક કામ દર મહિને નીકળતા સામયિકમાં લેખો લખવાનું હતું. આમાંથી એને પોતાનું સામયિક કાઢવાનો આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો.માતાની પ૦૦ ડોલરની લોન દ્વારા એણે ૧૯૪૨માં ‘નિચો ડાઈજેસ્ટ' નામનું સામયિક શરૂ કર્યું અને એના ડાયજેસ્ટમાં એ આફ્રિકન-અમેરિકન ઇતિહાસ, સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક સમસ્યાઓ વિશે લેખો પ્રગટ કરતો હતો. છ મહિનામાં તો સામયિકના વેચાણનો આંકડો પચાસ હજાર સુધી પહોંચ્યો અને એક સમયે એની એક લાખ પ્રત વેચાતી હતી. આ સામયિક આફ્રિકન- અમેરિકનોનો અવાજ બની રહ્યું. એ પછી જ્હૉન્સને અમેરિકાના ‘લાઈફ’ મેગેઝિન જેવું ‘ઇબોની’ પ્રગટ કર્યું. ત્યારબાદ ‘ટાન’ અને ‘જેટ’ જેવા કેટલાય સામયિકો પ્રગટ કર્યા અને પોતાના વિદ્યાપુરુષાર્થધી સફ્ળતાના શિખરો સર કર્યા. મંત્ર મહાનતાનો 97
SR No.034427
Book TitleMantra Mahantano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy