SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ હિંમત ન હારશો. સ્ટિફન ઍડવિન કિંગ (જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૭)ના દરિયાઈ વેપાર ખેડતા પિતા સ્ટિફન માત્ર બે વર્ષનો હતો, ત્યારે ઘર છોડીને ચાલ્યા ગયા અને સ્ટિફનની માતાને માથે સ્ટિફન અને એના મોટા ભાઈ ડેવિડને ઉછેરવાની જવાબદારી આવી. આ સમયે સ્ટિફન કિંગને એક ટંક ભોજનના પણ સાંસા હતા, ત્યાં વળી કાગળ અને પેન ખરીદે ક્યાંથી ? બાળપણથી જ ડરામણી વાતો સાંભળવાના બેહદ શોખીન આ છોકરાને મન થયું કે આ સાંભળવા મળતી સઘળી વાતોને એક કાગળ ઉપર ઉતારી લઉં તો ! પરિસ્થિતિ અત્યંત પ્રતિકૂળ હોવા છતાં એ પરાજિત થયો નહીં અને એમાં વળી એણે સિન્ડેલાની વાર્તા વાંચી. ખૂબ પસંદ પડી. એણે આવી એક કાલ્પનિક છોકરી વિશે વિચાર કર્યો અને પોતાની કલ્પનાઓને વાસ્તવિકતાથી સજાવીને એક આખી નવલકથા લખી નાખી. નવલકથા પૂરી થયા પછી એણે વાંચી, તો લાગ્યું કે આવી ચમત્કાર ભરેલી અને ડરામણી નવલકથા વાંચશે કોણ ? આમ વિચારીને એણે નવલકથાની હસ્તપ્રતને કચરાપેટીને હવાલે કરી દીધી. એની પત્નીની નજર સ્ટિફનની આ હસ્તપ્રત પર પડી અને એણે કચરાની ટોપલીમાંથી હસ્તપ્રત બહાર કાઢીને પતિને ઉત્સાહ આપતાં કહ્યું, “તમારી આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થશે, ત્યારે એને ખૂબ ખ્યાતિ મળશે.” પત્નીની વાતનો સ્વીકાર કરીને સ્ટિફન નવલકથાની હસ્તપ્રત લઈને પ્રકાશકોને મળવા લાગ્યો. ઘણાએ વ્યંગ સાથે એની આ નવલકથા પરત કરી. અંતે ડબલડે નામના પ્રકાશન સમૂહને એ નવલકથા મોકલી. સ્ટિફન કિંગને એમ જ હતું કે નવલકથા હસ્તપ્રત પાછી જ આવશે, પરંતુ ડબલડેએ આ નવલકથાને “કેરી’ના નામથી પ્રગટ કરી અને સ્ટિફનને ચારસો ડૉલર પારિશ્રમિક આપ્યું. એ પછી સ્ટિફનનું નસીબ પલટાઈ ગયું. પેપરબેક પ્રગટ કરવા માટેના હક્ક એક પ્રકાશકે બે લાખ ડૉલર આપીને ખરીદી લીધા અને સ્ટિફન હોરરના બાદશાહ' તરીકે અમેરિકામાં પ્રસિદ્ધ થયા. સ્ટિફન કિંગનાં પુસ્તકોની અત્યાર સુધીમાં ત્રણ કરોડ અને પચાસ લાખથી વધુ પ્રતો વેચાઈ છે અને એમાંનાં ઘણાં પુસ્તકો પરથી ફિચર ફિલ્મ, મંત્ર મહાનતાનો કૉમિક બુક અને ટેલિવિઝન ધારાવાહિક પણ થઈ છે. 84
SR No.034427
Book TitleMantra Mahantano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy