SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આનું નામ ઍડિસના ૧૯મી સદીના ઉત્તરાર્ધના મહાન અમેરિકન સંશોધક થોમસ આલ્વા ઍડિસન (ઈ. સ. ૧૮૪૭થી ઈ. સ. ૧૯૩૧) જીવનભર વૈજ્ઞાનિક શોધોમાં રચ્યાપચ્યા રહ્યા. અંડિસને સાત વર્ષની વયે શાળાશિક્ષણનો પ્રારંભ કર્યો. ત્રણ મહિના પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહીને શાળામાંથી કાઢી મૂક્યા. માતાએ ઘેર ભણાવીને એમની જ્ઞાનપિપાસા જાગૃત કરી. દસ વર્ષની વયે ઘરમાં પ્રયોગશાળા બનાવીને સ્વરચિત ટેલિગ્રાફ સેટ પણ ચાલુ કર્યો. નબળી આર્થિક સ્થિતિને કારણે બાર વર્ષની ઉંમરે રેલવેમાં છાપાં અને ખાટીમીઠી ગોળી વેચવાનું શરૂ કર્યું અને પછી ઘરમાં પ્રયોગશાળા બનાવીને પ્રયોગો કરવા લાગ્યા. ઇલેક્ટ્રિક બલ્બ, મોશન પિક્યર કૅમેરા જેવાં ૧૦૯ જેટલાં નવાં સંશોધનો કર્યા. આ મહાન વૈજ્ઞાનિકને એનું ફાર્મહાઉસ ખૂબ ગમતું હતું અને અહીં જ એ જુદા જુદા પ્રયોગો તથા વૈજ્ઞાનિક પરીક્ષણો કરતા હતા. પોતાના આ ફાર્મહાઉસમાં થોમસ આલ્વા ઍડિસન મુલાકાતીઓને પોતે બનાવેલાં અનેક મશીનો ને ઉપકરણો બતાવતા હતા. આ એવાં સાધનો હતાં કે જે વ્યક્તિનાં સમય અને શક્તિનો ઘણો બચાવ કરતાં હતાં. આ ફાર્મ હાઉસના પાછળના રસ્તે એક ગોળ ફરતું લાકડાનું ફાટક ફેરવીને દરેક મુલાકાતીને જવું પડતું. વળી આ ફાટક વજનદાર હોવાથી મુલાકાતીએ એ લાકડું ફેરવવા માટે થોડું જોર પણ વાપરવું પડતું. એક વાર એક મુલાકાતીએ આ ભારે વજનદાર ફાટકના લાકડા અંગે થોમસ આલ્વા અંડિસનને પૂછવું, તમે આટલાં નવાં નવાં સંશોધનો કરો છો, સમય અને શક્તિ બચાવે તેવાં અદ્ભુત ઉપકરણો બનાવો છો, તો પછી તમારા આ ફાર્મહાઉસ તરફ પાછા જવા માટે આવું સાવ સાદું ગોળ ફેરવવાનું ચકરડાવાળું ફાટક શા માટે રાખ્યું છે ?” મંત્ર મહાનતાનો થોમસ આલ્વા ઍડિસને કહ્યું, “જુઓ ભાઈ, આ ફાટકનું ચકરડું એક વાર ફેરવવાથી 50 મારા ફાર્મહાઉસની ટાંકીમાં આઠ ગેલન પાણી ચડી જાય છે. સમસ્યાને ”
SR No.034427
Book TitleMantra Mahantano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy