SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કિંગ ઑફ રૉક ઍન્ડ રૉલ અમેરિકાના મિસિસિપિના ટુપેલો ગામના એક નિર્ધન પરિવારમાં એલ્વિસ પ્રેસ્લે(ઈ. સ. ૧૯૩૫-૧૯૭૭)નો જન્મ થયો હતો. એના અગિયારમા જન્મદિવસે એને તીવ્ર ઇચ્છા હતી કે એની માતા ગ્લાડિસ જન્મદિનની ભેટ રૂપે એને સાઇકલ કે રાઇફલ ભેટ આપે, પરંતુ એની ગરીબ માતા પાસે આમાંથી એકે વસ્તુ ખરીદવાના પૈસા નહોતા. બે રૂમમાં રહેતું આ કુટુંબ પાડોશીઓની મદદ પર અને સરકારી ભોજન-સહાય પર ગુજરાન ચલાવતું હતું. માતાએ સાઇક્લને બદલે એલ્વિસ પ્રંસ્લેને ગિટાર ભેટ આપી. એલ્વિસ પૅસ્લેને અત્યંત દુઃખ થયું. એમ પણ લાગ્યું કે સાઇકલ હોત તો ફરવાની કેવી મજા પડત. પરંતુ એ પછી એણે મન મનાવીને ગિટારને પોતાની સાથી બનાવી દીધી. રાતદિવસ એ ગિટાર વગાડવા લાગ્યો અને સમય જતાં એનામાં એટલો બધો સંગીતપ્રેમ જાગ્યો કે મહાન ગાયક બનવાનાં સ્વપ્નાં સેવવા લાગ્યો. અગિયારમા વર્ષે ગિટારની ભેટ આપનારી માતા સ્ટાડિશને હવે કઈ ભેટ આપવી ? એણે ખૂબ મહેતનથી એક રેકૉર્ડ તૈયાર કરી અને માતાને જન્મદિવસની ભેટ રૂપે આપી. પોતાના પુત્રની આકરી મહેનત જોઈને એની માતાએ કહ્યું, બેટા, ભલે હું ગરીબ પરિવારમાં જન્મ્યો હોય, પરંતુ એકે બાબતમાં પાછો પડે તેવો નથી. મને દઢ વિશ્વાસ છે કે જરૂર આખી દુનિયામાં તારી નામના હશે.' માનાના શબ્દોએ એનામાં આત્મવિશ્વાસ જગાડ્યાં. ૧૯ વર્ષના એલ્વિસ પૅસ્લેને ૧૯૫૪માં નિર્માતા સામ ફિલિપની સન રેકૉર્ડ કંપનીમાં એક ગીત ગાવાની તક મળી. વાત એવી હતી કે સન રેકૉર્ડ કંપનીના માલિક સામ ફિલિપ એક એવા શ્વેત વર્ણના સ્ટેજ ગાયકની તલારામાં હતા કે જેનો અવાજ નિયોં જેવો હોય. એલ્વિસ પ્રસ્સેએ ગાયું અને એ ગીત સામ ફિલિપને અત્યંત પ્રસંદ પડ્યું. બસ, પછી તો પૂછવું જ શું ? એલ્વિસ પ્રંસ્લે સામ ફિલિપ સાથે જોડાઈ ગયો અને એની એક પછી એક અત્યંત લોકપ્રિય રેકૉર્ડ બહાર પડવા લાગી. એ વિશ્વપ્રસિદ્ધ ગાયક, ગીતલેખક અને અભિનેતા બન્યો. યુવાનોના હૃદય પર છવાઈ ગયો. સંગીતની દુનિયાનો એ સૌથી ધનવાન ગાયક બન્યો અને એથીય વિશેષ તો એને સહુ ‘કિંગ ઑફ રૉક ઍન્ડ રૉલ’ તરીકે અથવા તો ‘કિંગ’ તરીકે ઓળખવા લાગ્યા અને વીસમી સદીનો એક પ્રભાવશાળી કલ્ચરલ ‘આઇડોલ’ બની રહ્યો. મંત્ર મહાનતાનો 99
SR No.034427
Book TitleMantra Mahantano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy