SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યનું અપમાન કરવા ઇચ્છતો નથી. આના મસ્તકના આકાર પરથી એમ લાગે છે કે એ ખુબ લાલચી છે અને એની હડપચી બતાવે છે કે એ વિચિત્ર સ્વભાવનો માણસ છે. એના હોઠનો આકાર કહે છે કે એ સમય જતાં દેશદ્રોહી સાબિત થશે.” સૉક્રેટિસ હસી રહ્યા હતા. એમણે એ વ્યક્તિને ભેટ આપીને આદર-સન્માન સહિત વિદાય કર્યો, પણ એમના શિષ્યો તો અકળાઈ ઊઠ્યા અને બોલ્યા, “ગુરુદેવ, આ માણસ મુર્ખની માફક બકવાસ કરતો રહ્યો અને છતાં તમે એને સન્માન આપ્યું અને એથીય વિશેષ ભેટ આપી. તમારી આ વાત અમે સમજી શકતા નથી.” સૉક્રેટિસે ગંભીર થઈને કહ્યું, “શિષ્યો, એ વ્યક્તિ બકવાસ કરતી નહોતી, પરંતુ એ સત્ય કહેતી હતી. આપણે સત્ય તરફ પીઠ ફેરવવી જોઈએ નહીં.” આ સાંભળી બધા શિષ્યો આશ્ચર્યભરી નજરે સૉક્રેટિસને જોવા લાગ્યા અને એક શિષ્ય તો પૂછી બેઠો, “આનો અર્થ એ કે તમે જેવા છો એવા જ એમણે કહ્યા, ખરું ને !” સૉક્રેટિસે નિઃસંકોચ કહ્યું, “હા, એણે જે કહ્યું તે સત્ય છે. મારામાં કેટલાય અવગુણ છે, પરંતુ....” બધા શિષ્યો એકસાથે બોલી ઊઠ્યા, “પરંતુ, શું ગુરુદેવ ?” સૉક્રેટિસે કહ્યું, “ક્રોધના આવેશમાં એ એક વાત ભૂલી ગયો. એણે મારા વિવેક પર ધ્યાન આપ્યું નહીં, જેના દ્વારા હું મારા સઘળા દુર્ગુણોને કેદ કરીને રાખું છું.” ચીનના મહાન ચિંતક કયૂશિયસનું ચીની નામ કુંગ-ફુ-7 હતું. ચીનની રાજનીતિના આગવી સંસ્કૃતિના સર્જનમાં શાન્તગ રાજ્યના સંત કફ્યુશિયસનું સૌથી વધુ પાઠ યોગદાન છે. ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતના અભ્યાસી કફ્યુશિયસ બાવીસમા વર્ષે ઘરમાં પાઠશાળા સ્થાપીને વિદ્યાર્થીઓને સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવતા હતા. એમના ઉમદા વિચારોને કારણે સહુ કોઈ એમની સલાહ લેવા આવતા. કેયૂશિયસની ઉપદેશપદ્ધતિ પ્રશ્નોત્તરી પ્રકારની હોવાથી રાજાએ એમને પ્રશ્ન પૂછડ્યો, આ દુનિયાનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? એને કઈ દૃષ્ટિએ જોવી જોઈએ?” કફ્યુશિયસે ઉત્તર આપ્યો, “આ દુનિયાને સંતપુરુષની દૃષ્ટિએ જોવી જોઈએ, કારણ કે આ દુનિયાને સાચી નજરે સમજનારા સંતપુરુષો જ હોય છે.” આ ઉત્તર સાંભળીને રાજાની જિજ્ઞાસા ઓર વધી ગઈ મનની મિરાત ૧૩ જન્મ : ઇ. પૂ. ૪૬e, ડીમી એલોણી, ઍોન, ગ્રીસ અવસાન ; ઈ. પૃ. ૩૯, અંધે, ચીન ૧૨ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy