SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આવી મહાન વ્યક્તિની એ કેએક પળ કીમતી ગણાય. પોતાનો ભય વ્યક્ત કરતાં એમણે કહ્યું, “પુલના એક છેડે આપ રાહ જોશો તે બરાબર, પરંતુ કદાચ ઠરાવેલા સમયે હું ન પહોંચી શકે તો ?” આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું, “તો હું તમારી રાહ જોઈશ. તમે નગરમાં અજાણ્યા છો તે હું જાણું છું.” પરંતુ મારી રાહ જોવામાં તમારો સમય બગડે તેનું શું ? મને આપના સમયની ચિંતા છે.” ના, મારો સમય નહીં બગડે. હું તો કામ કરતો જ હોઈશ.” મિત્રને આઇન્સ્ટાઇનના જવાબથી આશ્ચર્ય થયું અને એમનો ઉત્તર એ સમજી શક્યો નહીં. તેથી ફરી કહ્યું. આપને મારી રાહ જોવી પડે અને પરિણામે આપનો મૂલ્યવાન સમય સહેજે વેડફાય, તે મને ન ગમે.” આઇન્સ્ટાઇને કહ્યું, “ના, હું તમારી રાહ જોઈશ અને મારું કામ પણ કરીશ.” મિત્રએ અપાર આશ્ચર્યથી કહ્યું, “કામ શી રીતે કરશો ?” આઇન્સ્ટાઇને કહ્યું, “મારા અભ્યાસખંડમાં બેસીને વિજ્ઞાનના કોયડા ઉપર હું વિચાર કરતો હોઉં છું એ જ રીતે પુલને છેડે ઊભો રહીને પણ હું એ કોયડાઓ વિશે વિચાર કરી શકું છું, તેથી મારો સમય નહીં બગડે.” કરુણાની પેટી. ૧૯મી સદીના મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને (ઈ. સ. ૧૮૪૭થી ૧૯૩૧) અસાધારણ અવલોકનશક્તિ, તીવ્ર જિજ્ઞાસા અને બગડેલાં ઉપકરણોને સુધારવાની કુશળતાને કારણે જગતને એક હજારથી વધુ સંશોધનોની ભેટ ધરી. અહર્નિશ સંશોધનમાં ડૂબેલા રહેતા થોમસ આલ્વા એડિસને વીજળીના દીવાની, ગ્રામોફોનની અને ફ્લેક્સિબલ સેલ્યુલોઇડ ફિલ્મની તથા પ્રૉજેક્ટરની શોધ કરી. આ ઉપરાંત આલ્કલાઇન સંગ્રાહ ક કોષ, લોહમાંથી ખનિજને અલગ કરવાની પદ્ધતિ, ટેલિફોનનું કાર્બન ટ્રાન્સમિટર વગેરે શોધોથી વિશ્વભરમાં નામના મેળવી. એમણે ધાર્યું હોત તો પોતાનાં સંશોધનો દ્વારા અઢળક સંપત્તિ મેળવી શક્યા હોત, પરંતુ એમણે હંમેશાં સંપત્તિને બદલે સર્જકતા તરફ વધુ ધ્યાન આપ્યું અને સતત નવી નવી શોધખોળોમાં રચ્યા-પચ્યા રહ્યા. રોજના નિયમ પ્રમાણે થોમસ આલ્વા એડિસન એક વિશાળ મેદાનમાં ફરવા નીકળ્યા, ત્યારે એમણે એક ઘાયલ પક્ષીને તરફડતું જોયું. આ મહાન વિજ્ઞાનીનું હૃદય કરુણાથી ઊભરાઈ મનની મિરાત ૧૫૩ જન્મ ૧૪ માર્ચ, ૧૮, ઉદ્મ ટેનબર્ગ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯પપ, પ્રિન્ટન, ન્યુજર્સી, અમેરિકા ૧૫ર મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy