SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સમારકામ શરૂ કર્યું. આ રસ્તાઓ સુધરાઈના હતા. સુધરાઈના અધિકારીઓએ કહ્યું કે આ રસ્તાઓ અમારી માલિકીના છે. અમે કંઈ તમને કામ પર રાખ્યા નથી. સમારકામ બંધ કરીને બાજુએ હટી જાવ. બેકારોએ કહ્યું કે તમે અમને બોલાવ્યા નથી, પણ અમે જાતે આવ્યા છીએ. અમે ભૂખે મરીએ છીએ. અમને કામ આપો. એ માટેનો અમારો આ સત્યાગ્રહ છે. સરકાર મૂંઝાઈ. એણે કામ કરનારાઓની ધરપકડ કરી. એની જગાએ બીજા કામ કરનારાઓની ટુકડી આવી. આ બીજી ટુકડીની ધરપકડ થતાં ત્રીજી આવી અને સત્યાગ્રહ ચાલુ રહ્યો. આવું સાર્વજનિક કામ વગર રજાએ કરતા હોવાથી સરકાર એમને જેલમાં પૂરી રહી છે તે વાત આખા દેશમાં ફેલાઈ ગઈ. સવિનય કાનૂનભંગની લડત ચાલુ થઈ. ઇટાલીમાં ગાંધીનિર્વાણ દિને સામૂહિક અનશનની દોલ્વીએ અપીલ કરી. દોલ્ગી અને તેના સાથીદારોની ધરપકડ થઈ. આખરે સરકારને નમવું પડ્યું. એણે કબૂલ કર્યું કે રાજ્ય પાસે કામ માગવાનો સહુને અધિકાર છે. કોઈ બેકાર ન રહે તે જોવાની રાજ્યની જવાબદારી છે. ઇટાલિયન સરકારને યુરોપના ગાંધીના આ સત્યાગ્રહને પરિણામે નમવું પડ્યું. જગતને સત્તાધારીઓની આંખો ખોલવાનું એક નવું અહિંસક શસ્ત્ર મળ્યું ! ૧૩૬ જન્મ અવસાન - ૨૮ જૂન, ૧૯૨૪, સેસાના, ઇટાલી - ૩૦ ડિસેમ્બર, ૧૯૯૭, ટ્રેપેટો, સિસિલી, ઇટાલી મનની મિરાત વિખ્યાત અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર લિવર તબીબની ગોલ્ડસ્મિથ અત્યંત ઋજુ સ્વભાવના હતા ભાવના અને સદૈવ ગરીબોના હામી થવાની તત્પરતા દાખવતા હતા. ખ્રિસ્તી દેવળના વ્યવસ્થાપક પિતાને ત્યાં જન્મેલા ગોલ્ડસ્મિથને ગાયન-વાદન અને વાર્તાકથનમાં ઊંડો રસ હતો. એમણે શિક્ષક, દવાવાળાના સહાયક, પુસ્તકવિક્રેતાના સહયોગી, હાસ્યકલાકાર અને છેલ્લે તબીબ તરીકે કામ કર્યું. આ ઉદાર અને માનવતાવાદી સર્જકે ‘ધી ટ્રાવેલર' અને ‘ધ ડિઝર્ટેડ વિલેજ' નામની કાવ્યકૃતિઓ, ‘ધ વિકાર ઑવ વૈકફિલ્ડ' નામની નવલકથા અને ધ ગૂડ-નેચર્ડ મૅન' જેવી નાટ્યકૃતિ દ્વારા ખ્યાતિ મેળવી હતી. ડૉ. લિવર ગોલ્ડસ્મિથની ગરીબોને સહાય કરવાની વૃત્તિની જાણ થતાં એક ગરીબ સ્ત્રીએ ગોલ્ડસ્મિથને પોતાની દુર્દશા વર્ણવતો પત્ર લખ્યો. એ સ્ત્રીએ લખ્યું કે મારા પતિ કશું ખાતા નથી. એમની મનની મિરાત ૧૩૭
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy