SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટને એમ લાગ્યું કે લાઓત્સ એમની વાતને ટાળે છે. એમના ઘણા આગ્રહ છતાં લાઓત્સએ કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના પ્રસ્થાન આદર્યું. આથી સમ્રાટે દેશના સીમારક્ષકોને સૂચના આપી કે લાઓત્યે આવે તો એમને સીમા પાર કરવા દેવા નહીં, એટલું જ નહીં પણ એમની ધરપકડ કરીને એમની પાસેથી એમના અનુભવો લખાવવા. અનુશ્રુતિ પ્રમાણે લાઓત્સએ ભેંસ પર બેસીને પ્રયાણ કર્યું, પણ સરહદ પાર કરવા જતાં અમલદારે એમને રોક્યા અને જ કાત તરીકે એમને પુસ્તક લખી આપવા જણાવ્યું. તેમણે તાઓ અને તેની શક્તિને સમજાવતું પુસ્તક બે ભાગમાં લખી આપ્યું પરંતુ એ પુસ્તકનું પહેલું વાક્ય હતું. ‘સત્ય ક્યારેય કહી શકાતું નથી'. સમ્રાટને આ ઘટનાની ખબર પડી, ત્યારે એને પણ ખ્યાલ આવ્યો કે સત્યની શોધ એ કોઈ આસાન કામ નથી. મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ પોતાનો મોટાભાગનો સમય ઍથેન્સની શેરીઓ સફળતાની અને બજારમાં પસાર કરતો હતો. રસ્તામાં એને જે કોઈ મળે, એની સાથે એ પોતાની સીડી , લાક્ષણિક ઢબે ચર્ચા કરતો હતો. કોઈ શાળા કે મહાશાળાને બદલે નગરની શેરીઓ અને બજારો જ એની કાર્યશાળા બની રહ્યા. એના વ્યક્તિત્વ અને વિચારોથી ઘણા યુવાનો સૉક્રેટિસ તરફ આકર્ષાયા હતા. એક યુવાને સૉક્રેટિસને પૂછ્યું, “જીવનમાં સફળતા કઈ રીતે મળે એનું રહસ્ય જાણવું છે.” સૉક્રેટિસે એ યુવાનને પછીના દિવસે નદીકિનારે મળવા આવવાનું કહ્યું. બંને મળ્યા અને સૉક્રેટિસે યુવકને કહ્યું, “તમે નદીના ઊંડા પાણીમાં ઊતરો અને હું અટકાવું નહીં, ત્યાં સુધી નદીના પાણીમાં આગળ વધતા રહેજો.” નદીનું પાણી યુવકના ગળા સુધી આવ્યું કે તરત જ સૉક્રેટિસે યુવાનનું માથું પકડીને એને પાણીમાં ડુબાડી દીધું. યુવાને સૉક્રેટિસના હાથની પકડમાંથી છૂટવા માટે ઘણી મહેનત કરી, તેમ છતાં સૉક્રેટિસે એના મજબૂત હાથની પકડ સહેજે ઢીલી કરી નહીં. મનની મિરાત ૧૨૫ જન્મ : ઈ. પૂ. ૬૦૪, હેનાન, ચીન અવસાન : ઈ. પૂ. પ૩૧, ચીન ૧૨૪ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy