SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા માંડી. વિદ્યુત-ચુંબકીય પ્રેરણની ઘટનાને શોધી. સૌપ્રથમ ડાઇનેમો બનાવ્યો. માઇકલ ફેરેડેએ એવી કેટલીક શોધ કરી કે એ ઘટના ‘ફૅરેડે અસર ' તરીકે ઓળખાય છે, એટલું જ નહીં પણ વિધુતભારનો જથ્થો એણે શોધ્યો અને આજે એ વિધુતભારના જથ્થાને ‘ફંડે' તરીકે ઓળખવામાં આવે છે. આ વિજ્ઞાનીએ કલ્પના પણ કરી નહોતી કે એના કામની આટલી બધી કદર થશે. એક પછી એક સંશોધનો કરતી આ નમ્ર વ્યક્તિને એના કામની સતત ચિંતા હતી, અભ્યાસ અને સંશોધનની ચિંતા હતી, ધન કે સન્માનની કોઈ માન-ખેવના નહોતી. બ્રિટનની સરકારે માઇકલ ફેરેડેને ‘નાઈટ'નો ખિતાબ આપવાની તત્પરતા બતાવી, પરંતુ માઇકલ કૅરેડેએ આ ‘સર'નો ખિતાબ મેળવવાની વિનયપૂર્વક અનિચ્છા દાખવી. નમ્ર, નિરાભિમાની અને કર્મયોગી માઇકલ કૅરેડે માત્ર વાચનશોખને કારણે આગળ વધ્યો અને સતત સંશોધનવૃત્તિને કારણે મહાન વિજ્ઞાની બન્યો. અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને કાયદાનાં પાઠ્યપુસ્તકો ફી જતી ઉછીનાં લઈને અભ્યાસ શરૂ કર્યો અને એમાં સફળતા મેળવી, કરી ૧૮૩૬ માં કાયદાના ક્ષેત્રમાં કામ કરવાનો પરવાનો મેળવીને સફળ કાયદાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ૧૮૩૯માં સ્મિગફીલ્ડ ઇલિનૉઇસ નગરનું પાટનગર બનતાં તેમને માટે વકીલાતની ઘણી ઊજળી તકો ઊભી થઈ. કાયદા અંગેની સૂઝ સમજ અને દૃષ્ટિનો વિકાસ થયો. વકીલ તરીકે અબ્રાહમ લિંકનને જો કેસની સત્યતાની ખાતરી થતી તો તેમાં એમની પ્રતિભા ઝળકી ઊઠતી હતી. કેસ ગમે તેટલો અટપટો કે આંટીઘૂંટીવાળો હોય, તો પણ એવી કુશળતાથી રજૂઆત કરતા અને એના સમર્થનમાં એવી સચોટ દલીલો કરતા કે માત્ર વકીલો જ નહીં, બલકે ન્યાયાધીશ પણ આશ્ચર્યચકિત થઈ જતા. જો કેસની સત્યતા વિશે એમને શંકા જાય, તો સ્થિતિ સાવ વિપરીત બની જતી. એમની કુશાગ્ર બુદ્ધિ કુંઠિત થઈ જતી. મનની મિરાત ૧૧૫ જન્મ ૨૨ સપ્ટેમ્બર, 11, જૂઇગ્રેન, બસ, ઇબ્રેન અવસાન ૪ ૨૫ માંગર, ૮૬૭, નેન કોઠ, જિ. દસેકસ, ઇંગ્લૅન ૧૧૪ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy