SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થી આજે વૈશ્વિક પ્રતિભા ધરાવનાર બન્યો હતો અને તે પોતાની શાળાની મુલાકાતે આવ્યો હતો. આચાર્ય અને શિક્ષકો એની સાથે જુદા જુદા વર્ગમાં જઈ રહ્યા હતા. ચર્ચિલ એક વર્ગમાં દાખલ થયા એટલે શિક્ષકે પહેલી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કર્યો. | વિન્સ્ટન ચર્ચિલને આમાં બહુ રસ ન પડ્યો. એમની નજર તો છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થી પર હતી. સહુને આશ્ચર્ય થયું. વિન્સ્ટન ચર્ચિલે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કર્યો અને કહ્યું, “તું હિંમત હારતો નહીં. એક વાર હું પણ તારી જગાએ જ બેસતો હતો.” પોતાના શાળાજીવનમાં વિન્સ્ટન ચર્ચિલ સાવ સામાન્ય ને ઠોઠ કહી શકાય તેવા વિદ્યાર્થી હતા, તેમાંથી સમર્થ રાજનીતિજ્ઞ, સાહિત્યકાર અને ચિત્રકાર બન્યા. વિખ્યાત અંગ્રેજી નવલકથાકાર હેન્રી જેમ્સ એમનાં સાહિત્યસર્જનોથી અપાર મિત્રની લોકપ્રિયતા પામ્યા હતા. ભાવકોના હૃદયમાં એમનું ઘણું ઊંચું સ્થાન હતું. તેઓ મદદ પ્રસિદ્ધિની ચરમ સીમા પર હતા. ક્વચિત્ પ્રસિદ્ધિ ઈર્ષ્યાનું કારણ બને છે. પ્રગતિ કરનારાનો પ્રસાદી સદા દ્વેષ કરે છે. હેન્રી જેમ્સના પડોશીને આ સર્જકની કીર્તિને કારણે સતત બળતરા થતી હતી. કોઈ પણ વાત થતી હોય, તો તેમાં એ હેન્રી જેમ્સનો ઉલ્લેખ કરીને આકરી ટીકા કરે. એમાં વળી જો હેન્રી જેમ્સ સાથે પ્રત્યક્ષ વાત કરવા મોકો મળી જાય તો એ હેન્રી જેમ્સને ઉતારી પાડે. દ્વેષની આગમાં પડોશીનો વિવેક ઓલવાઈ ગયો હતો. પરિણામે કોઈ ને કોઈ બહાનાં ખોળીને એ હેન્રી જેમ્સ સામે બાંયો ચડાવે રાખતો. નવલકથાકાર હેન્રી જેમ્સ નિસ્પૃહ ભાવે આ બધા રંગ જોતો હતો. ઈર્ષાને કારણે સતત બળી રહેલા પડોશી પર એને મનોમન દયા આવતી હતી. એક દિવસ પડોશીની પત્નીનું સ્વાચ્ય એકાએક બગડ્યું. જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, ઓક્સફેશ્નાઈ, ઇંગ્લેન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫, હાઇડ પાર્ક, ઇંગ્લેન્ડ ૧૦૪ મનની મિરાત મનની મિરાત ૧૦૫
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy