SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ સેવકોને રાણીનો હુકમ પસંદ પડ્યો નહીં, પરંતુ કરે શું ? આવી રીતે રાજ ભંડાર ઘટતો જોઈને રાજા લૂઈના સંબંધીઓ અકળાયા. એના શ્વશુર પક્ષના લોકોએ અત્યંત નારાજ ગી વ્યક્ત કરી. એમણે વિચાર્યું કે જો આવી રીતે રાજનો ભંડાર ખર્ચી નાખશે, તો શું થશે? આથી રાણીની વિરુદ્ધ પ્રપંચ ઘડાવા લાગ્યા. એને ધમકી આપવામાં આવી કે તમે આવી રીતે રાજનું ધન વેડફી રહ્યાં છો તેથી રાજા લૂઈ આવશે ત્યારે તમને આકરી સજા ફટકારશે. દુષ્કાળપીડિત પ્રજાએ રાણીને ‘ઈશ્વરે મોકલેલો દેવદૂત' માનવા લાગ્યા અને ચોતરફ એની પ્રશંસા થવા લાગી. થોડા સમય બાદ રાજા લૂઈ યુદ્ધમાંથી પાછો ફર્યો ત્યારે પ્રજાએ એનો ઉત્સાહભેર આદર-સત્કાર ર્યો, પણ બીજે દિવસે રાજાના ભાઈએ અને અન્ય કુટુંબીજનોએ રાજા લૂઈને ફરિયાદ કરી કે.. આપની અનુપસ્થિતિમાં રાણીએ રાજ ગરિમાનો અનાદર કરીને, સ્વચ્છેદથી રાજ ભંડાર લૂંટાવી દીધો છે. રાજ ભંડાર વિના રાજાની શી સ્થિતિ થાય ? આપ રાણીને સજા કરો, જે થી એમને એમના કૃત્ય માટે પસ્તાવો થાય અને ફરી આવી ભૂલ કરે નહીં.” આ સાંભળી રાજા લૂઈએ હસીને કહ્યું, ઓહોહો ! એમાં તે શું થયું ? ભૂખી પ્રજાને ભોજન આપવું એ રાજનો ધર્મ છે, તેથી રાણીએ તો પોતાનો ધર્મ બજાવ્યો છે. એમાં શું ખોટું કર્યું ? એણે ગરીબોને રાજ તો નથી આપી દીધું ને ?” રાજાનો ઉત્તર સાંભળીને ફરિયાદ કરનારા શાંત થઈ ગયા. ગ્રીસના ઍથેન્સ નગરમાં વસતા તત્ત્વજ્ઞાની ડાયોજિનિસે ગ્રીસવાસીઓને ગુલામનો ય નવીન જીવનશૈલી અપનાવવાની વાત કરી. ગુલામ એ ઍથેન્સની શેરીઓમાં દિવસે ફાનસ લઈને ઘૂમતો હતો અને કોઈ એને પૂછતું કે “શા માટે દિવસે ફાનસ લઈને આ શેરીઓમાં ઘૂમો છો?” ત્યારે આ તત્ત્વજ્ઞાની વ્યંગથી કહેતો, “હું કોઈ પ્રમાણિક માણસને શોધી રહ્યો છું.” ઍથેન્સવાસી ડાયોજિનિસને ત્યાં ઘણા સમયથી એક ગુલામ કામ કરતો હતો. એ આ તત્ત્વજ્ઞાનીના ઘરની પૂરેપૂરી સંભાળ લેતો હતો અને ઘરનાં મોટાભાગનાં કામો કરતો હતો. એક દિવસ એ ગુલામ ક્યાંક નાસી ગયો એટલે પડોશીઓએ આવીને ડાયોજિનિસને સલાહ આપી કે ગ્રીસના કાયદા પ્રમાણે તમે એની ધરપકડ કરાવો અને ફરી તમારે ઘેર ગુલામ તરીકે રાખો. વળી કોઈએ કહ્યું, તમારા જેવી વ્યક્તિ શરમજનક ઘરકામ જાતે કરે, તે યોગ્ય ન કહેવાય. તમે એને પકડી મંગાવો.” મનની મિરાત ૭૯ જન્મ : ૭ જુલાઈ, ૧૨૦૭, કેસ્ટર ઓફ સરોયોટક, હંગેરી અવસાન : ૧૩ નવેમ્બર, ૧૨૩૧, હંગેરી ૭૮ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy