SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યો. ૧૮૦૮માં સરાહ ટોડાર્ટ સાથે એણે લગ્ન કર્યો. એણે ત્રણેક વર્ષ પછી સારા વાંકર નામની યુવતીના ગળાડૂબ પ્રેમને કારણે એણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા. હકીકતમાં સારા વાંકર વિલિયમ હેઝલિટ સાથે પ્રેમનું નાટક કરી રહી હતી. હેઝલિટ છેતરાયો અને સહુએ એને બેવકૂફ ગણ્યો. આવી કારમી ગરીબી અને હતાશા અનુભવનાર હેઝલિટે એના મનને વિચારથી દરિદ્ર રાખવાને બદલે સદાય સમૃદ્ધ રાખવા પ્રયાસ કર્યો. કપરા સંજોગોને કારણે વ્યક્તિની જીવનદૃષ્ટિમાં કટુતા વ્યાપ પરંતુ વિલિયમ હેઝલિટે કોઈનાય પ્રત્યે કટુતા દાખવ્યા વિના પોતાની વાત પ્રગટ કરી. બાહ્ય જીવનમાં વેદના અને વંચનાના બળબળતા વાયુ વીંઝાતા હતા, છતાં એણે પોતાના ચિત્તની પ્રસન્નતાને ભારોભાર જાળવી રાખી. આથી જ એણે પોતાના નિબંધમાં લખ્યું કે પૂર્વગ્રહો ઉપર મેં મારા કોઈ અભિપ્રાયો બાંધ્યા નથી. ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ લિંકનના જીવનનો પ્રારંભકાળ રઝળપાટમાં આદરની ગયો. હાડમારીભરી જિંદગીમાં પણ અબ્રાહમ સખત કામ કરતા અને બક્ષિસ. કિશોરવયમાં જ છ ફૂટ અને ચાર ઇંચની ઊંચી અને પાતળી દેહયષ્ટિ ધરાવનાર મજબૂત અબ્રાહમ લિંકન બિયારણ ઓરવાનું, હળ ચલાવવાનું અને પાકની લણણી કરવા જેવાં ઘણાં કામ કરી શકતા હતા. આ સમયે અમેરિકામાં ગુલામીની પ્રથા હબસીઓના જીવનમાં શાપરૂપ બની હતી. એક વાર અબ્રાહમ લિંકન એક હૉટલમાં ચા પીવા ગયા. આ હૉટલના હબસી નોકરે શ્વેત વર્ણવાળા અબ્રાહમ લિંકનની સુંદર ખાતર-બરદાસ્ત કરી. હબસી નોકરે સૌજન્ય અને આદરપૂર્વક કામ કર્યું. હૉટલમાંથી ચા પીને બહાર નીકળતા અબ્રાહમ લિંકન એની સામે હસ્યા અને સાથોસાથ બક્ષિસ આપી. એટલું જ નહીં પણ માથા પરથી પોતાની હંટ ઉતારીને આભારના શબ્દો કહ્યા. હબસી આશ્ચર્યચકિત થઈ ગયો. એક તો કોઈ ગોરો ક્યારેય હબસી સામે હસતો નહીં. એથીય વધુ કોઈ બક્ષિસ આપતો નહીં. મનની મિરાત ૭૫ જન્મ : ૧૦ એપ્રિલ, ૧૭૭૮, મેઇડસ્ટોન, ઇંગ્લૅન્ડ અવસાન : ૧૮ સપ્ટેમ્બર, ૧૮૩૦, સોહો, લંડન, ઇંગ્લેન્ડ ૭૪ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy