SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બર્નાર્ડ શૉએ આગળ ચલાવ્યું, “જુઓ, તમારે થોડા વ્યાયામની પણ જરૂર છે. મારી ઉંમર તમારા કરતાં બમણી છે, છતાં મારી સ્કૂર્તિ અને સ્વસ્થતા તો જુઓ. આ મારી સલાહ માટે તમારે મને પંદર પાઉન્ડની ફી આપવી પડશે.” ડૉક્ટરે બર્નાર્ડ શોને કહ્યું, “માફ કરજો, મિ. શૉ ! ફી તો તમારે આપવી પડશે. મારે કારણે જ તમે આટલા સ્કૂર્તિવાન બન્યા છો.” બર્નાર્ડ શૉએ કહ્યું, “તમને દવા મેં આપી, સલાહ મેં આપી, તો તમારે જ ફી આપવી જોઈએ ને ?” ડૉક્ટરે હસતાં હસતાં કહ્યું, “મિ. શો ! તમે હાસ્યલેખક તરીકે ઘણી વાર સીધી વાણીને બદલે અવળવાણીનો પ્રયોગ કરો છો. વ્યંગ કે કટાક્ષ પ્રયોજો છો. એમ ડૉક્ટર તરીકે મારી આ વિશિષ્ટ પદ્ધતિ છે. બીમારને ત્યાં જઈને હું સ્વયં બીમાર બની જાઉં છું જેથી રોગી મારા રોગનો વિચાર કરે. એને થયેલા રોગની આગળ મારો રોગ ગંભીર અને બહુ મોટો લાગે અને એ રીતે એ પોતાના રોગના વહેમમાંથી મુક્ત થઈ જાય. આ છે મારી ઉપચાર-પદ્ધતિ. હવે લાવો મારી વિઝિટના વીસ પાઉન્ડ!” એમનું આખુ નામ વિન્સ્ટન લૅનાર્ડ સ્પેન્સર ચર્ચિલ, બીજા વિશ્વયુદ્ધ ની નિવૃત્તિ એટલે કટોકટીના સમયમાં ચર્ચિલને બ્રિટનનું વડાપ્રધાનપદ સોંપવામાં આવ્યું. નિવૃત્તિ બ્રિટન યુદ્ધની ઘેરી કટોકટીમાં સપડાયેલું હતું. આ સમયે ચર્ચિલે બ્રિટનને વિજયને માટે આપેલો સંકેત ‘વી ફૉર વિક્ટરી’ ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક બની ગયો. સર વિન્સ્ટન ચર્ચિલે હિટલરના ભયની સામે લોકોમાં હિંમત જગાડી. એની વાછટાથી એણે પ્રજામાં સાહસનો સંચાર કર્યો. એ પછી ૧૯૪પમાં ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષની હાર થઈ, પરંતુ ૧૯૫૧ની ચૂંટણીમાં ચર્ચિલ ફરી બ્રિટનના વડાપ્રધાન બન્યા. ૧૯૫૫ની છઠ્ઠી એપ્રિલે ચર્ચિલે સ્વાથ્યને કારણે રાજીનામું આપ્યું અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. એ પછી ચર્ચિલ દસ વર્ષ જીવ્યા. નિવૃત્તિના આ સમયગાળામાં ચર્ચિલ ધાર્મિક વાચન અને બાગકામ કરતા હતા. એમના મિત્ર સર વિન્સ્ટન ચર્ચિલને મળવા જન્મ : ૨૬ જુલાઈ, ૧૮૫૬, ક્લિન, આયર્લેન્ડ અવસાન : ૨ નવેમ્બર, ૧W૦, હર્ટફોડરાયર, ઇંગ્લૅન્ડ ૬૮ મનની મિરાત મનની મિરાત ૬૯
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy