SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે સાથી વકીલો પોતાને ગામ જતા હતા, પરંતુ લિંકન કંકાસભર્યા ઘરમાં જવાને બદલે એ ગામની નાનકડી વીશીમાં અનેક પ્રતિકુળતાની વચ્ચે ‘વીક-એન્ડ’ ગાળવાનું વધુ પસંદ કરતા. સિમસના દિવસોમાં લિંકનને પોતાને ઘેર પોતાની માને બોલાવવાની બહુ ઇચ્છા થતી. સાવકી મા હતી, પરંતુ લિંકન એને સગી મા જેટલી ચાહતો હતો, પરંતુ કર્કશા પત્ની મૅરીને કારણે એ આવી હિંમત કરતો નહીં. એક-બે વખત મૅરી સમક્ષ લિંકને માતાને બોલાવવાની ઇચ્છા પ્રગટ કરી હતી, ત્યારે મૅરીએ તોછડાઈથી એને ચોખ્ખી ના સુણાવી દીધી હતી. આથી બહુ મન થાય ત્યારે લિંકન પોતે માતાને મળવા જતા અને એની સંભાળ લેતા. એના પિતા અને સાવકા ભાઈને લિંકન દૂર રહીને મદદ કરતા હતા, પરંતુ ક્યારેય એમને ઘેર બોલાવી શકતા નહીં. પોતાના નજીકના મિત્રોને ઘેર ભોજન માટે બોલાવવાની એની ઘણી ઇચ્છા હોય, પણ એમને નિમંત્રણ આપી શકતા નહીં. મૅરીએ લિંકનના પરિવારની સાથે મિત્રોને પણ પોતાને ત્યાં લાવવાની મનાઈ ફરમાવી હતી. આવા પ્રતિકૂળ સંયોગ હોવા છતાં લિકને મૅરીના સ્વભાવની વાત કે પોતાના ભીતરની વેદના કોઈને કહી નહીં. લિંકનના માથા પર આનો સતત બોજ રહેતો, પરંતુ પોતાના નજીકના મિત્રોને પણ એના આ બોજની વાત કરતો નહીં. હર્નડન જેવા મિત્રો પણ આનાથી અજાણ રહ્યો, ગુલામોની વેદના સમજી શકનાર અબ્રાહમ લિંકને પોતાની અંગત વેદના ક્યારેય પ્રગટ કરી નહીં. ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ (૧૭૬૯થી ૧૮૨૧)ને પોતાની માતા સમૃદ્ધિ લટેસિયા પર અગાધ પ્રેમ હતો. ફ્રાંસના કોર્સિકા દ્વીપમાં વસતી લટેસિયાને વચ્ચે સાદાઈ દુશ્મનોના વારંવાર થતા હુમલાને કારણે મહિનાઓ સુધી પિતાવિહોણા પુત્રોને લઈને ખેતી અને ઘરબાર છોડીને નજીકના પર્વતોમાં આશ્રય લેવા જવું પડતું. દુશ્મનો વિનાશ વેરીને ચાલ્યા જતા, ત્યારે ફરી પાછા પોતાના ઘરમાં આવીને કઠોર પરિસ્થિતિ વચ્ચે નવેસરથી જીવન વ્યતીત કરવું પડતું હતું. કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો અને વિધવા લટેસિયાને બાળકોને લઈને માર્કાઈ નગરમાં સ્થાયી થવું પડ્યું. માતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યાં. સમય જતાં લટેસિયાનો પુત્ર નેપોલિયન બોનાપાર્ટ વિશાળ ફ્રેન્ચ સૈન્યનો સેનાપતિ બન્યો અને વળી ચડતીનો સમય આવતાં પ્રથમ કૉન્સલ નેપોલિયન ફ્રાંસનો સત્તાવાર સમ્રાટ બન્યો. એનું રાજ્ય વિસ્તરતું ગયું. એક પછી એક દેશ પર વિજય મેળવતો ગયો. ફ્રાન્સની પ્રજાએ નેપોલિયનની માતાને ‘મૅડમ મેરી’ અને ‘પ્રોટેક્ટિક્સ જેનોવેલની પદવીથી નવાજેશ કરી. જનમ ૧૨ આરી, ૧૮૭૯, વડન કાઉન્ટી, કેકી, અમેરિકા અવસાન : ૫ એપ્રિલ, ૧૮૬૫, વોશિગ્ટન ડી.સી. અમેરિકા ૬૪ મનની મિરાત મનની મિરાત ૬પ
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy