SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું, “આમ, અત્યાચાર જોઈને કે ખરાબ વ્યક્તિઓને લીધે આપે નગર છોડી દીધું, એનો અર્થ તો એ થયો કે આપે બૂરાઈઓ સામે હારનો સ્વીકાર કર્યો. આ તો સચ્ચાઈથી ભાગનારો પલાયનવાદ કહેવાય.” એકાંત સ્થળે નિરાંત અનુભવતા મહાત્માએ કહ્યું, “અરે, એ બધી ઝંઝટોની વચ્ચે રહેવું એના કરતાં એવાં અનિષ્ટોથી સો ગાઉ દૂર, રહેવું સારું. અનિષ્ણ વચ્ચેના દુ:ખભર્યા જીવન કરતાં એકાંતનું આનંદભર્યું જીવન શું ખોટું ?” મહાત્મા કફ્યુશિયસે કહ્યું, “સમાજને સુધારવાને બદલે મુખ ફેરવીને તમે જંગલમાં દોડી આવ્યા ? શાંતિ તો તમારી પાસે ભીતરમાં છે. એને કોઈ છીનવી શકે તેમ નથી, ત્યારે રાજા અને પ્રજાની બૂરાઈઓ જોઈને તમે નગર છોડી દીધું ? એનો અર્થ તો એ થયો કે સગુણ દુર્ગુણથી દુર્બળ સાબિત થયા અને સત્ય એ અસત્યની અપેક્ષાએ નિર્બળ પુરવાર થયું !” મહાત્માએ કહ્યું, “આમ કરીને હું એ દુર્ગુણો મારા સદ્ગણોનો નાશ કરી જાય નહીં, તે માટે તેને હું બચાવું છું.” કફ્યુશિયસે કહ્યું, “તમે આમ એકાંત સાધના કરીને તમારી જાતને બચાવશો તે બરાબર છે, પરંતુ તમારે માત્ર પોતાની જ મુક્તિની વાત વિચારવી જોઈએ નહીં. સમાજની અને વ્યાપક જનમાનસની મુક્તિનો વિચાર કરવો જોઈએ. આમ કરવામાં જ સાધનાની સાચી સાર્થકતા છે.” કફ્યુશિયસનો આ ઉપદેશ મહાત્માના હૃદય પર પ્રભાવ પાડી ગયો અને મહાત્મા વનનું એકાંત છોડીને નગરની ભીડમાં પાછા ફર્યા. જર્મનીના બોન શહેરમાં ૧૭૭૦ની સોળમી ડિસેમ્બરે જન્મેલા લુડવિગ ફાન સંગીતનો બીથોવનની સંગીત પ્રતિભા ઘણી નાની વયે ઝળકી ઊઠી. કુશળ પિયાનોવાદક સાથ તરીકે એ સર્વત્ર પ્રસિદ્ધ થયો. એ સમયે સમગ્ર યુરોપના પ્રતિષ્ઠિત સંગીતકાર મોત્સર્ટ અને હેડને પણ આ યુવાનની પ્રશંસા કરી. આમ બીથોવન એની કારકિર્દીની પરાકાષ્ઠાની નજીક હતો અને એની કીર્તિ યુરોપમાં સતત પથરાતી હતી ત્યારે એકાએક એના પર વજાઘાત થયો. ૧૭૯૬માં એને બહેરાશ આવી ગઈ. ધીરે ધીરે શ્રવણશક્તિ વધુ ને વધુ મંદ પડતી ગઈ અને પાંચેક વર્ષમાં તો એવી પરિસ્થિતિ આવી કે બીથોવન સાંભળી શકતો નહીં, જેની સિમ્ફની સાંભળીને શ્રોતા પ્રણય, શૌર્ય કે આનંદનો ગાઢ અનુભવ કરતા હતા, એ સિમ્ફની સ્વયં બીથોવન સાંભળી શકતો નહીં. એવું બન્યું કે એને વાતચીત માટે પણ નોટબુકનો ઉપયોગ કરવો પડતો. આ પરિસ્થિતિને કારણે બીથોવન નિરાશાની ગર્તામાં ઘસડાઈ ગયો. એ વિચારવા લાગ્યો કે કુદરતનો આવો કાળો કોપ મારા પર શા માટે ? વળી બીજું કશું ગુમાવ્યું નહીં અને શ્રવણશક્તિ જ કેમ ગુમાવી ? દિવસોના દિવસો સુધી બીથોવન એકાંતમાં રહીને મનની મિરાત ૪૧ જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ઈ. પૂ. પપ૧, કૂ, ચીન અવસાન : ઈ. પૂ. ૪૭૯, કૂફ, ચીને ૪૦ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy