SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અંગત મિલકત અને જાગીરને છોડવાનું વિચારવા લાગ્યા. લોકોની વેદના જાણવા માટે લાસનાયાથી મૉસ્કો શહેર સુધીનો ૧૩૦ માઈલનો પગપાળા પ્રવાસ કર્યો. એક સમયે લોકોથી અલિપ્ત રહેનારા ધનિક લિયો ટૉલ્સ્ટૉય લોકોની વચ્ચે જીવવા લાગ્યા. એમની ‘વૉર ઍન્ડ પીસ' તથા “ઍના કેરેનિના' જેવી નવલકથાઓએ સમગ્ર વિશ્વ પર કામણ પાથર્યું, પરંતુ હવે લિયો ટૉલ્સ્ટૉયને એમ લાગ્યું કે એમની લેખનશક્તિનો ઉપયોગ જનતાનો અવાજ ૨જૂ કરવા માટે કરવો જોઈએ. લિયો ટૉāયે આ માટે હેતુલક્ષી નાટકો લખવાં શરૂ કર્યો. ૧૮૮૨માં ‘કન્વેશન' લખ્યું, જેમાં એમની સભાનતા અને કલાત્મક પ્રભુત્વ બંને પ્રગટ થયાં. ૧૮૮૯માં ‘વૉટ ઇઝ આર્ટ'માં કલા ખાતર કલાને જાકારો આપ્યો. એમણે ઉપદેશપ્રધાન અને સત્ત્વપ્રધાન માનવકથાઓ લખી. ‘ધ પાવર ઑવ્ ડાર્કનેસ’ અને ‘ધ ફૂટ્સ વુ એનલાઇટનમેન્ટ' જેવાં નાટકો લખ્યાં, મૉસ્કોના રંગમંચ પર એ નાટકો સફળતાથી ભજવાયાં, પણ એ જોઈને સરકારી અમલદારોની આંખ ફાટી ગઈ. આવાં નાટકો અંગે રશિયાનો ઝાર ખૂબ ક્રોધે ભરાયો, પરંતુ લિયો ટૉāયની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે રાજા જેવો રાજા પણ કંઈ કરી શક્યો નહીં. આ સમયે લિયો ટૉલ્સ્ટૉય સહુને કહેતા, “શરીર આવતીકાલે પડી જશે એમ માની બને તેટલાં સારાં કામ આજે જ કરી લેવાં જોઈએ.” એલિનૉર રૂઝવેલ્ટ અમેરિકાના પ્રખર માનવતાવાદી આગેવાન, કુશળ ટીકા સામે લેખિકા અને અમેરિકાના રાજકારણમાં | આગવી પ્રતિભા ધરાવનાર મહિલા હતા. નિર્ભય . માતા-પિતાનું અકાળ અવસાન થતાં એમનો ઉછેર માતામહીએ કર્યો. એ પછી ચાર વખત અમેરિકાના પ્રમુખ બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સાથે એમના લગ્ન થયા અને એ જાણીતા થયા, તેથી એમના પર નિંદા અને ટીકાઓનો વરસાદ વરસવા લાગ્યો. એમના દુશ્મનોએ એમની પ્રસિદ્ધિને કારણે એમની વગોવણી કરવામાં કશું બાકી રાખ્યું નહીં. પ્રમુખ રૂઝવેલ્ટની સાથે ટીકાકારો એલિનૉરની ટીકા કરવાની એકે થ તક ચૂકતા નહોતા. એક દિવસ એલિનૉરે એના અનુભવી ફૈબાની સલાહ લીધી. એમના ફૈબા એ અમેરિકાના કુશળ રાજકારણી અને પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના બહેન હતા. એલિનૉરે એમને કહ્યું કે, “એમની ઇચ્છા તો ઘણાં કાર્યો કરવાની છે. જાહેર જીવનમાં સક્રિય ભાગ ભજવવાની છે, ડેમોક્રેટીક પક્ષના મજબૂત ટેકેદાર બનવાની છે; પરંતુ લોકોની ટીકાના ભયને કારણે કશું કરી શકતા નથી, પોતે કશું કરશે તો લોકો શું કહેશે, એની ચિંતાથી એ સતત ગભરાતા રહે છે.” જન્મ : ૯ સપ્ટેમ્બ૨, ૨૮, થાનાવા, પોલિશના, રશિયા અવસાન : ૨૦ નવેમ્બર, ૯૦, અાપોર, રશિયા ૩૨ મનની મિરાત મનની મિરાત ૩૩
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy