SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ કયાં કામ ન કરવાં તે નક્કી કરીએ ! - ૧૦૨ નૅગેટિવ વિચારના “સ્ટેજ' આવે છે નૅગેટિવ (નકારાત્મક) વિચારો એક એવું કૅન્સર છે કે જે લાગુ પડ્યા પછી સતત ફેલાતું રહે છે અને જેમ કૅન્સરમાં કથળતી હાલતના એક પછી એક ‘સ્ટેજ' આવે છે, એ રીતે નૅગેટિવ વિચારોના એક પછી એક વધુ નુકસાનકારક તબધ્ધઓ આવે છે અને વ્યક્તિ એનો શિકાર બની જાય છે. ભીતરમાં બે અવાજ રહેલા હોય છે. એક અવાજ પૉઝિટિવ હોય છે અને બીજો નંગેટિવ હોય છે. પૉઝિટિવ વિચારધારા ધરાવનારા માણસને બે રાત વચ્ચે એક ઝળહળતો દિવસ દેખાય છે. નૅગેટિવ વ્યક્તિને બે રાતે વચ્ચે ‘સેન્ડવીચ’ દિવસ નજરે પડે છે. નૅગેટિવ વિચારો ચેપી રોગના જંતુઓ જેવા છે, જે શરીરમાં ખૂબ ઝડપથી પ્રસરી જાય છે, એને માટે એ દાખલા, દલીલો ઊભાં કરશે. એ કામ તદ્દન વ્યર્થ હોવાનું માનશે. એમાં આવનારી મુશ્કેલીઓ જોઈને એને અશક્ય ગણીને આવું હડસેલી મૂકશે. જ્યારે પૉઝિટિવ વિચાર કરનાર એમાં આવનારા અવરોધોનો સામનો કઈ રીતે કરવો એનો વિચાર કરશે. નિષ્ફળતા જોઈને અટકી જવાને બદલે સફળતાની શક્યતાઓ પર દૃષ્ટિ ઠેરવે છે. પ્રયત્ન કરવામાં વાંધો શો ? એમ માનીને એ નિષ્ફળતાના ખ્યાલને અળગો કરે છે. નૅગેટિવ વિચાર ભયનો અને શંકાનો શ્વાસ લેતા હોય છે, જ્યારે પૉઝિટીવ વિચારો મહેનતનો અને ધૈર્યનો શ્વાસ લેતા હોય છે. ફેંગેટિવ વિચારો એ પીછેકૂચ કરવાના પેંતરાઓ વિચારે છે, જ્યારે પૉઝિટિવ વિચારો આગેકૂચના ઉત્સાહ સાથે આગળ વધતા હોય છે. ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ' તે ન્યાયે નૅગેટિવ વિચાર કરનારને દુનિયામાં આકંદ અને રુદન સંભળાય છે, તો પૉઝિટિવ વિચાર કરનારની આખી દુનિયા ખિલખિલાટ હસતી હોય છે. અમર્યાદ સ્વપ્નો, અનંત ઇચ્છાઓ અને અપાર કામના વળગેલી છે માનવીને, પરંતુ આ અમર્યાદ, અનંત અને અપારને એણે મર્યાદિત કરવાનાં છે. જીવનધ્યેયમાં પાળ બાંધવાના આ કાર્યને કોઈ આત્મસંયમ કહે છે, તો કોઈ લક્ષ્યસિદ્ધિ કહે છે. એનું કારણ એ કે જેમ વ્યક્તિનું આયુષ્ય મર્યાદિત છે, તેમ એનું કાર્યક્ષેત્ર પણ મર્યાદિત હોવું જોઈએ. અતિ સ્થૂળ શરીર હોય અને ફાસ્ટફૂડ ખાવાનો શોખ હોય, સાંજની નોકરી હોય અને રાત્રે ફિલ્મ જોવાનો શોખ હોય, કંપનીનો મૅનેજર હોય અને મોડા પડવાની આદત હોય, તો કેવી પરિસ્થિતિ સર્જાય ? આનો અર્થ જ એ કે જીવનમાં ‘શું કરવું’ એ નક્કી કરવાની સાથોસાથ “શું ન કરવું' એ પણ નક્કી કરવું પડે છે. મૅનેજર હોઈએ તો સમયસર પહોંચવું જરૂરી બને. એમ વ્યક્તિ જીવનમાં જે ક્ષેત્રમાં કામ કરે, એમાં એણે કેટલાંક કામ ગમે કે ન ગમે, પણ અનિવાર્યપણે કરવાં પડે છે. તમે જે કંઈ મેળવવા માગો છો, તે માટે કેટલીક વસ્તુઓ કરવી અનિવાર્ય બની જાય છે. આ સંયમ એ માટે જરૂરી છે કે તમે એ કર્તવ્યપાલન કરો, તો જ બીજા પાસે કર્તવ્યપાલન કરાવી શકો. માણસ જે કોઈ કાર્યક્ષેત્ર સ્વીકારે, એની સાથે એણે જીવનમાં વિવેક અપનાવવો પડે છે. એણે કઈ વસ્તુ કરવાની છે એ નક્કી કરવું પડે છે અને એની સાથે કોઈ વસ્તુથી દૂર રહેવાનું છે એ નિશ્ચિત કરવું પડે છે. આવા હેયઉપાદેયને સમજે , તો જ એ એના જીવનમાં સફળતા મેળવી શકે. નહીં તો વ્યર્થ, બિનઉપયોગી કે આડેમાર્ગે ફંટાઈ જનારાં કામોનો બોજ વધતો જશે અને જે કાર્યક્ષેત્ર સ્વીકાર્યું છે તેનાથી એ વધુ ને વધુ દૂર થતો જશે. જીવનમાં જેમ શુભ અને અશુભ વિશે વિચારીએ છીએ, એ જ રીતે ધ્યેયને લક્ષ્યમાં રાખીને કરણીય અને એકરણીય કામોનો વિચાર કરવો જોઈએ. 104 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 105
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy