SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ સંતોષ'નું સોહામણું લેબલ આપીએ છીએ પદ મળે એટલે પ્રગતિ અટકી જાય, સ્થાન મળે એટલે સ્થગિત થઈ જવાય. હોદો મળે એટલે આગળ વધવાની હિંમત ઠરી જાય. સામાન્ય રીતે જીવનમાં પ્રાપ્તિ પછી વ્યક્તિ સ્થગિત થઈ જતી હોય છે. એ પોતાની આસપાસ કાર્યની લક્ષ્મણરેખા આંકી દે છે અને એની બહાર પગ મુકવાની એ કલ્પના કરતી નથી. આવી વ્યક્તિની સ્થિતિસ્થાપક વૃત્તિ એના હૃદયની સુષુપ્ત શક્તિઓને રૂંધી નાખે છે. પોતાને પ્રાપ્ત થયેલા હોદામાં એને સંતોષ હોય છે અને ધીરે ધીરે એ હોદો કે પદ એના જીવનને ઘેરી લે છે. એનો ઉત્સાહ ઓછો થવા માંડે છે અને એક સમય એવો આવે છે કે એનું જીવન વહેતી નદી રહેવાને બદલે બંધિયાર સરોવર જેવું બની જાય છે. | ઉચ્ચ પદ મેળવવાની એની યોગ્યતા ભૂંસાઈ જાય છે અને કાર્યક્ષમતાનો વિકાસ થતો નથી. એક વાર એક કર્મચારીનો ઉપરી અધિકારી ગેરહાજર હતો અને એ કર્મચારીને એના ઉપરી અધિકારીનું કામ સોંપવામાં આવ્યું ત્યારે એને જાણ થઈ કે એનામાં હજી ઘણી પ્રગતિની શક્યતાઓ અને વિકાસની તકો પડેલી છે. બહુ ઓછી વ્યક્તિઓને પોતાની યોગ્યતાનો પરિચય હોય છે અને તેને કારણે પોતાની જાતને પ્રગતિની કસોટી પર મૂકવાને બદલે પ્રાપ્ય સ્થિતિમાં સંતોષ માનીને યથાસ્થાને જીવન ગુજારે છે. આવી વ્યક્તિ જીવનમાં કોઈ નવો પડકાર ઝીલવાની ઇચ્છા કે ગુંજાશ રાખતી નથી. પોતાની શક્તિની આસપાસ કુંડાળું વળીને બેઠેલા સાપની જેમ એ એને એવો વીંટળાઈ વળે છે કે પછી એમાંથી બહાર નીકળવાનું ભૂલી જાય છે. આ સ્થિતિસ્થાપકતા પર ‘સંતોષ નું સોહામણું લેબલ લગાડે છે અને પોતે રચેલા સીમાડાની પ્રતિષ્ઠા કરે છે. સમય જતાં આવી વ્યક્તિમાંથી મૌલિકતા ઓસરતી જાય છે અને સાહસિકતા સુકાઈ જાય છે. પોતાના અનુભવો પાસેથી કશી કેળવણી પામતો નથી! વ્યર્થ, નિરર્થક અને નિષ્ફળ જીવનની એક પારાશીશી એ છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય નિરાંત ન હોય. નિરાંતની ક્ષણો વિનાનું જીવન વ્યર્થ એ માટે પુરવાર થાય છે કે વ્યક્તિને એના જીવનોપયોગી અનુભવોનું ઉપયોગી તારણ કાઢવાનો પણ સમય મળતો નથી. એ એક અનુભવમાંથી બીજા અનુભવમાં ગબડતી રહે છે, પરંતુ પ્રથમ અનુભવનો પદાર્થપાઠ એ શીખી શકતી નથી. પરિણામે જીવનની પાઠશાળાના સૌથી મોટા શિક્ષક એવા અનુભવ પાસેથી એને ભાવિ જીવનની કોઈ દીવાદાંડી મળતી નથી, આથી એક દોષિત સંબંધમાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે બીજો દોષિત સંબંધ બાંધી બેસે છે. જીવનની એક ભૂલ કે પછડાટમાંથી કશું પામવાને બદલે એ બીજી પછડાટ માટે ધસી જાય છે. એક અણગમતો વ્યવસાય છોડીને એનાથીય નઠારો બીજો વ્યવસાય પસંદ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં માત્ર અનુભવોની હારમાળા હોય છે. એણે ખાધેલી ઠોકરો અને પછડાટોનો દીર્ઘ ઇતિહાસ હોય છે. હકીકતમાં જીવનનો પ્રત્યેક અનુભવ એ વ્યક્તિને માટે કશીક નવી સમજ , આગવો વિચાર, મૌલિક અભિગમ કે વિશિષ્ટ દર્શન લઈને આવતો હોય છે. સફળ માણસોને નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે, પરંતુ તેઓ એમની નિષ્ફળતાના અનુભવોમાંથી સબક લેતા હોય છે. એમને માટે પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા માટેનું સોપાન ત્યારે જ બને છે કે જ્યારે તેઓ એ અંગે ગહન વિચાર કરે છે. એ અનુભવને બધી રીતે ચકાસે છે. એમાં જોવા મળેલી પોતાની મર્યાદાઓ વિશે વિચારે છે અને આ બધાં તારણો કાઢીને એ અનુભવમાંથી અર્થ તારવે છે અને ત્યારબાદ નવું પ્રયાણ આરંભે છે. પોતાના અનુભવના મુલ્યને વેડફી નાખનાર જીવન વેડફી નાખે છે. અનુભવ પર મનન-ચિંતન કરનાર ભાવિજીવનનું પાથેય પામે છે. 82 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy