SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬૬ ટીકાકારોની રુણ મનોવૃત્તિ પર દયા કરજો ! સંવેદનશીલ વ્યક્તિને આલોચના અકળાવનારી લાગે છે, કારણ કે આલોચકે એને અકળાવવા માટે જ ટીકા-ટિપ્પણના તીવ્ર પ્રહાર કર્યા હોય છે. આવા ટીકાખોરની દૃષ્ટિ અન્યની ટીકા પર જ હોય છે અને તેથી એ હંમેશાં બીજાનું બૂરું જોવા ટેવાયેલો હોય છે. નઠારાની શોધ કરતો હોય છે અને તક મળે એ કોઈ ને કોઈ રીતે ટીકા કરતો હોય છે . સફળ વ્યક્તિઓએ સૌથી મોટી સજ્જતા કેળવવાની હોય તો તે ટીકાખોરોનો સામનો કરવાની છે. ટીકાખોરો એમની માત્ર ટીકા જ કરતા નથી, પરંતુ એ ટીકાને વધુ ને વધુ જાહેર અને જાણીતી કરવાની કોશિશ કરે છે. કોઈક વાર કાનફૂસીથી, કોઈક વાર છાનીછ૫ની રીતે તો કોઈક વાર ખોટો રસ્તો અજમાવીને પણ એ પોતાના નિદાસને તૃપ્ત કરતા હોય છે. આવી વ્યક્તિનું લક્ષ્ય જ બીજાની ટીકા કરવાનું હોય છે અને તેથી એ સમય જતાં પોતાના ટીકાકારોથી ઘેરાઈ જતો હોય છે ! ઓછામાં ઓછો પરિશ્રમ કરનારાઓ ટીકા કરવાનો વધુ ને વધુ શ્રમ લેતા હોય છે. મનમાં વેર અને ઝેર રાખનારાઓ એને વધારવા માટે નિંદાનો ઉપયોગ કરતા હોય છે. આગળ વધી ગયેલી વ્યક્તિને પાછી પાડવાની શક્તિ ન હોય, ત્યારે તેની આલોચના કરીને એને પાછી પાડવાનો વ્યર્થ પ્રયાસ કરતા હોય છે. વ્યક્તિએ પણ આવા ટીકાખોરોની ટીકાની ઉપેક્ષા કરવી જોઈએ. એમની રૂણ મનોવૃત્તિ પરત્વે દયા ખાવી જોઈએ. એમની માનસિક દુર્દશા માટે સહાનુભૂતિ કેળવવી જોઈએ અને ટીકાખોરોને જવાબ આપવાનો સૌથી મોટો માર્ગ પ્રગતિના પથ પર વધુ ને વધુ આગળ વધવાનો છે. જીવનનું સાચું સરનામું મૃત્યુ છે વ્યક્તિના જીવનસમગ્રનું સરનામું કયું ? ચહેરા અને મોહરા ઓઢીને, દંભ અને આડંબર ધારણ કરીને તથા પ્રેમ અને પ્રપંચનો ખેલ ખેલીને માનવી જીવે છે. જીવનપર્યત બહુરૂપીનો વેશ ધારણ કરીને સ્વયંને સતત છુપાવી રાખે છે. પોતે જે નથી, તે દેખાવા પ્રયત્ન કરે છે. જેમાં નથી માનતો, તેમાં પૂર્ણ શ્રદ્ધાનો ડોળ કરે છે. પોતે જે છે, તેને જાણવાની એ કોશિશ કરતો નથી. કારણ કે એ કોશિશ કરતાં અને ભય લાગે છે. ત્યારે વ્યક્તિના સમગ્ર જીવનની નિર્ણયાત્મક ક્ષણ કઈ ? એ ક્ષણ છે એના મૃત્યુની. એ ક્ષણે માનવી પારદર્શક અને નિરાવરણ હોય છે. એ ક્ષણે એ કોઈ દાવપેચ ખેલતો નથી અને કોઈ આડંબર સેવતો નથી. મૃત્યુની ક્ષણમાં એનું આખું જીવન સમાઈ જાય છે. એના દીર્ઘ જીવનનો હિસાબ આ એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. જીવન સાફલ્યનો આનંદ કે વિફળતાનો વસવસો એ ક્ષણે પ્રગટ થાય છે. સંપત્તિ કે સત્તા પાછળ જિંદગી ગુમાવ્યાનાં આંસુ એની આંખમાં આવશે. એનો મોહ સરી જ છે, બાહ્ય દેખાવ ભૂંસાઈ જશે અને એ બીજા સાથે કે સ્વયં સાથેના પ્રપંચથી અલગ થઈને માત્ર માનવી બની રહેશે. જીવનની સૌથી સાચી ક્ષણ એ મૃત્યુની ક્ષણ છે. એ દરેક માનવીના જીવનનું સાચું સરનામું છે. મૃત્યુની ક્ષણનો વિચાર કરીને જીવનની ક્ષણો પાસેથી હિસાબ લીધો હોત તો ? મૃત્યુની વેળાને વિચારીને જીવનમાં વખતનો મહિમા કર્યો હોત તો ? મૃત્યુના અંતને વિચારીને સિદ્ધિ-સમૃદ્ધિ કે પરિગ્રહની દોડના અંતનો જીવનમાં ખ્યાલ કર્યો હોત તો ! મૃત્યુ એ સાચા જીવનનો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે. 68 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 69
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy