SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરના પેટાળમાંથી મોતીની ખોજ રસ્તા પર ચીંથરેહાલ રખડતાં, ભીખ માગતાં, લડતાં, ઝઘડતાં કે આળસથી કોઈ ખૂણે કણસતાં પહેલાં બાળકોની જિંદગી એ કમનસીબી અને બદનસીબીની કરુણ અને દારુણ કહાની હોય છે. એ માસૂમ, નિરાધાર અને લાચાર બાળકોને કેટલીય માનસિક અને શારીરિક પજવણીના ભોગ બનવું પડે છે. મારપીટ અને ત્રાસ સહન કરવો પડે છે અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ જઈને મોતથી ય બદતર જીવન જીવવું પડે છે. ફિલિપાઇન્સના એફરેન પનાફલોરિડાને એની બાલ્યાવસ્થામાં એક વાર આવી રખડુ તોફાની છોકરાઓની ટોળીએ ખૂબ પજવ્યો હતો. એને ધક્કા માર્યા, એની પાસેથી પૈસા ઝૂંટવી લીધા અને એ બધાએ ભેગા મળીને થોડો મેથીપાક પણ આપ્યો. માંડ માંડ એ ટોળીની ચુંગાલમાંથી એફન પેનાફલોરિડા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy