SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળખ આપી. આ સમયે માર્ગારેટની નજર એકાએક ખૂણામાં પડેલ પિયાનો પર ગઈ અને એની આંખોના ખૂણા આંસુથી ઊભરાઈ ઊડ્યા. પિયાનો માર્ગારેટ પૅટ્રિકને પોતાના પ્રાણ જેટલો પ્રિય હતો. નાની વયથી એને આ વાદ્ય વગાડવાનો શોખ હતો. જીવનની ભરતી-ઓટ વચ્ચે પિયાનોના સૂરોએ એને સાથ આપ્યો હતો. એના પતિના અવસાનનો આકરો આઘાત કે જુવાનજોધ પુત્રનું અકાળ મૃત્યુ - આ બધી વેદનાઓને પિયાનોએ હળવી કરી હતી. જિંદગીની યાતનાનો ઘણો બોજ એના સૂરોએ ઉપાડી લીધો હતો, આથી કોઈ દિવસ પિયાનો વાદન ન થાય તો માર્ગારેટ ભીતરમાં ગૂંગળાઈ જતી. એને માટે પિયાનો એ માત્ર કોઈ વાઘ નહોતું. પરંતુ પોતાનું જીવનસંગીત હતું. પિયાનો વગાડતી ત્યારે ધરતીની વ્યથા-કથા વીસરીને કોઈ સ્વર્ગીય, અવર્ણનીય આનંદમાં ગરકાવ થઈ જતી. પિયાનોના સૂર એ એના આત્માના આનંદના સૂર બની ગયા હતા. આવી પિયાનો સાથેની એની જન્મજાત પ્રીતમાં એકાએક મહાઅવરોધ આવ્યો. એના પર પેરાલિસિસનો હુમલો થયો. એનો જમણો હાથ સદાને માટે નકામો બની ગયો. એ હાથ કોઈ સ્પર્શ પણ અનુભવી શકતો નહિ. ગરમ-ઠંડાનો કોઈ ખ્યાલ આવતો નહિ. માર્ગારેટને માટે જીવન વેદનાના પર્યાયસમું બની ગયું. માર્ગારેટ એનાં આંસુ ખાળી શકી નહિ. મિલી સ્તબ્ધ બની ગઈ. એણે માર્ગારેટને કહ્યું, “કેમ તું એકાએક રડી ઊઠી ?” માર્ગારેટે કહ્યું, “આ મારો પરમ પ્રિય પિયાનો જોઈને !' માર્ગારેટ અશ્વેત મહિલા હતી અને અમેરિકાના અશ્વેતોને સંગીતનું પ્રબળ આકર્ષણ હોય છે. એ મુજબ આ હબસી યુવતીએ ઉત્કૃષ્ટ પિયાનોવાદન કરીને પૂર્વે મેળવેલાં સન્માન અને પારિતોષિકોની વાત કરી. સંગીતના કેવા કેવા મોટા જ લસાઓમાં પોતે પિયાનોવાદન કર્યું છે એની સ્મરણગાથા આપી, પરંતુ માર્ગારેટની કામયાબીની આ સઘળી વાત પર ઊછળતા ઉત્સાહને બદલે ગમગીનીનાં વાદળો ઘેરાયેલાં હોય, તેમ લોકોને લાગતું હતું, કારણ કે પિયાનો વગાડવાની અશક્તિએ એનું જીવનબળ આંચકી લીધું હતું. માર્ગારેટ એની કથની પૂરી કરી કે તરત જ મિલી મેકહાફ બોલી ઊઠયાં, 62 • જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy