SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, પણ જેલની બહાર વસતાં માતાપિતા જેવી જ બાળકો પ્રત્યે ફરજ બજાવે છે. જિ દગી પરિશ્રમથી રચાય છે, એ વિચાર પુષ્કા બાળકો પાસે ગ્રિટિંગ્સ કાર્ડ તૈયાર કરીને એમના ગળે ઉતરાવે છે. પોતાના હસ્તઉદ્યોગના વ્યવસાયના એક ભાગ રૂપે બાળકોનાં ગ્રિટિંગ્સ કાર્ડનું વેચાણ કરે છે. આ બાળકોનું ભાવિ એને ઊજળું કરવું છે. કારાવાસની અંધારી કોટડીમાંથી બાળકોને ઉજાશમાં તો લઈ આવી, પણ હવે એમના જીવનને અજવાળવું છે. આને માટે એણે બેંકમાં એક અલાયદું ખાતું ખોલાવ્યું છે. આમાં જે કંઈ રકમ ભેગી થાય, તે દ્વારા એ બાળકોને વધુ ઉચ્ચ અભ્યાસમાં મદદ કરવા ચાહે છે. ભૂતકાળમાં એણે આર્થિક ભીંસને કારણે પોતાનાં સ્વપ્નને સાકાર કરવા પોતાનાં ઘરેણાં અને મિલકત વેચી હતી. આનું કારણ એ કે એના મનમાં અહર્નિશ બાળકોના સુખનો વિચાર ઘૂમ્યા કરે પુષ્પાને જાણ થાય કે નેપાળના કોઈ દૂરના ગામડાની જેલમાં બંદી માતાપિતા સાથે એમનું બાળક પણ છે, તો એ તરત ત્યાં પહોંચી જાય છે અને એ બાળકનાં માતાપિતાને સમજાવીને બાળકને પોતાની પાસે લઈ આવે છે. આજ સુધીમાં પુષ્કાએ એ કસો જેટલાં બાળકોને જેલના સળિયામાંથી બહાર કાઢીને જીવનની કેળવણી આપી છે. પુષ્કાના ‘બટરફ્લાય'ની તો વાત જ અનેરી છે ! એના આ બે માળના ઘરમાં એને અગણિત કામો કરવા માટે વહેલા જાગવા માટે એલાર્મની જરૂર પડતી નથી. વહેલી સવારે જ બાળકોના કોલાહલથી એ ઊઠી જાય છે. પછી બાળકોને નાસ્તો કરાવી, યુનિફોર્મ પહેરાવીને, નિશાળે વિદાય કરે છે ! ચૌદ વર્ષની લક્ષ્મી કહે છે કે “પુષ્પા મમ્મી વગર મારી જિંદગી અંધકારમાં સબડતી હોત. હું અતિ દુ:ખભરી જિંદગી જીવી હોત, પરંતુ મામુ (મમ્મી) છે, તો મારું જીવન ટકી રહ્યું છે.' તમંગે નામની મહિલા છેલ્લાં સાત વર્ષથી કઠમંડુની સ્ત્રીઓની જેલમાં છે. એના પર ડ્રગ વેચવાનો આરોપ છે. એ જ્યારે જેલમાં આવી ત્યારે એની બે નાની દીકરીઓને જેલમાં રાખવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો 48 • જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy