SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આ કૉલેજિયન યુવતી બાળકોની માતાઓને ઘણું સમજાવતી, પણ એમના મનમાં આ વાત બેસતી નહોતી. એક તો આ યુવાન સ્ત્રી છે, એને વળી બાળકોના લાલન-પાલનની શી ખબર પડે ! વળી એ અભ્યાસમાં પ્રગતિ કરે કે દામ્પત્યજીવનમાં ઝંપલાવે, તો પોતાનાં બાળકોનું શું ? એ તો સાવ રસ્તા પર રખડતાં નિરાધાર બની જાય ! એમનું વેચાણ પણ કરી નાખે અથવા એમની પાસે રસ્તા પર ભીખ મંગાવે ! પુષ્પાએ ઘણા પ્રયત્નો કર્યા, પણ એમાં એને સફળતા મળતી નહોતી. એવામાં યુવાન પુષ્કાની ધગશ જોઈને જેલરને એના વિચારમાં રસ પડ્યો. એણે પુષ્માને સહાયરૂપ થવાનું નક્કી કર્યું અને જેલરે જાતે જઈને કારાગૃહમાં બંદીવાન મહિલાઓને પુષ્યાની વાત સમજાવી. જેલના સત્તાવાળાઓ પાસેથી બાળકોને બહાર લઈ જવાની મંજૂરી મેળવવી એ પણ એક કપરું કામ હતું. એથીય વધુ મુશ્કેલ કામ આ બાળકોને રાખવાનું હતું. એણે કાઠમંડુમાં ‘અર્લી ચાઇલ્ડહૂડ ડેવલપમેન્ટ સેન્ટર' નામનું બિનસરકારી સંગઠન રચ્યું. એણે પોતાના મિત્રોને વાત કરી. જેલમાં યાતના ભોગવતાં શિશુઓની હાલતની કરુણ કથની સાંભળીને એના મિત્રો પણ સહાયભૂત બન્યા અને એમણે દાન રૂપે પુષ્પા બાઝનેટને આર્થિક સહાય કરી. એણે જેલના શિશુઓ માટે એક ઘર ભાડે લીધું. એમાં રાચરચીલું ગોઠવ્યું.. ઘર તો તૈયાર થયું, પણ બાળકોને જેલની બહાર લાવવાં કઈ રીતે ? વારંવાર નિષ્ફળ ગયેલી પુષ્મા બાઝનેટે જેલરની સહાયથી પ્રયત્ન કર્યો. ઘણી મહેનતે પાંચ બાળકોની માતાઓએ એમનાં શિશુઓની સોંપણી કરી. પાંચ ભૂલકાંથી કામ શરૂ થયું. એ પછી પુષ્પા રોજ સવારે કાઠમંડુની જેલમાં જતી, બાળકોને જેલની બહાર લઈ આવતી. જેલની તોતિંગ દીવાલો વચ્ચે બંધિયાર જગતમાં જીવતાં બાળકોને એક નવું જગત જોવા મળ્યું. પુષ્પા એમને રમતના મેદાન પર જઈને જુદા જુદા ખેલ શીખવવા લાગી. પુસ્તકો આપીને એમને ભણાવવા લાગી. અને સાંજે એ નાનાં બાળકોને પુષ્કા બાઝનેટ જેલના દરવાજે લઈ જતી અને પોતાના શિશુની રાહ જોતી માતાઓ એમને અંદર લઈ જતી. જેલવાસી માતાઓ પોતાનાં સંતાનોની પ્રસન્નતા જોઈને સ્વયં પ્રસન્ન થઈ જતી. પુષ્કા બાઝનેટ સાથે ગાળેલા દિવસની વાતો સાંભળી એમનું મન 44 * જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy