SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આડીઅવળી ફેંકાઈ ગઈ હતી. બાકીની મુસાફરીનો અર્થો સમય તો આ વસ્તુઓને ફરી જુદી પાડવામાં ગયો ! સફરની શરૂઆતમાં જ આવી દશા થઈ. અઠવાડિયાં સુધી એમની નૌકા દક્ષિણ પૅસિફિકનાં તોફાની મોજાંઓનો માર ઝીલતી રહી, વારંવાર દરિયો તદ્દન શાંત પડી જતો. નૌકા સાવ સ્થિર થઈ જતી. સઢ ઢીલા પડી જતા અને દરિયાનો માર્ગ સહેજ કાપી શકતા નહીં. સહુએ ન્યૂઝીલેન્ડની દક્ષિણે થઈને જવાની સલાહ આપી હતી, પણ એવી સલામતીનો વિચાર કરે તો ચિશેઅર શાના ? એમણે તો ન્યૂઝીલૅન્ડની ઉત્તરે થઈને જ નૌકા હંકારી. વળી ફરીથી પેલા ‘ગર્જતા ચાળીસ અક્ષાંસ’ તરફ રસ્તો કાઢ્યો. સિડનીથી નીકળ્યા પછી બાવનમે દિવસે એમણે ‘કંપ હૉન’ ભૂશિરનો વળાંક લીધો. ભલભલા સાહસિકોને માત કરે એવો તોફાની દરિયો હતો. આ ભૂશિર પસાર કરતી વખતે ચિશેસ્ટરને પોતાની દરિયાની સફરનો સૌથી કપરો અનુભવ થયો. એમની નાનકડી નૌકાને જંગી મોજાં દડાની માફક આમતેમ ઉછાળતાં હતાં. એકમાત્ર રેડિયો દ્વારા તેઓ દુનિયા સાથે સંપર્ક ધરાવતા હતા. એમણે એ સમયે રેડિયો સંદેશામાં જણાવ્યું, હું ખૂબ જ ગભરાઈ ગયો છું.” સફર પૂરી થયા પછી પત્રકારોને મુલાકાત આપતી વખતે એમણે એ જ કપરા સમયને યાદ કરતાં કહ્યું હતું, “એ સમયની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે કૅબિનની અંદર ગબડી ન પડાય તે માટે મારે સતત કશુંક પકડી રાખવું પડતું. આ સમયે હું બચ્યો તે માત્ર મારા ભાગ્યબળે. મારી આ સફર સફળ થવા કરતાં નિષ્ફળ થવાની ત્રણગણી શક્યતા ધરાવતી હતી.” આખરે હિંમત, નસીબ અને દેઢ ઇચ્છાશક્તિને પરિણામે ચિશેસ્ટરે સફળતા મેળવી. ૧૯૬૭ની ૨૮મી મેની રાત્રે સિડનીથી ૧૧૯ દિવસની સફર ખેડીને ચિશેસ્ટર ઇંગ્લેન્ડના પ્લાયમથ બંદરે ઊતર્યા, ત્યારે બે લાખથી પણ વધુ માનવોની મેદનીએ ચિશેસ્ટરને ગગનભેદી હર્ષનાદ કરીને વધાવી લીધા. બ્રિટનના શાંતિકાળના ઇતિહાસમાં કોઈને આવું ભવ્ય માન કે આટલો બધો લોકાદર મળ્યો ન હતો. ચશ્માંધારી ચિશેસ્ટર પોતાની નૌકામાંથી બહાર નીકળ્યા ત્યારે એમનું સ્વાગત કરવા આવનારાઓએ પોતાનો હાથ લંબાવીને એ હાથ પકડીને બહાર આવવા કહ્યું. જવાંમર્દ ચિશેસ્ટરે નમ્રતાથી એનો 36 * જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy