SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સફરી ફ્રાન્સિસ ચિશેસ્ટર શ્રેષ્ઠ કામગીરી બજાવવાનો છે અને એમાં જ સાચો આત્મસંતોષ રહેલો છે.” જન્મદિવસ તો પસાર થઈ ગયો. ચિશેસ્ટર હજી એની મોજ અને નશાની અસરમાં ચકચૂર બનીને નૌકાના પાટિયા પર સૂતા હતા, એવામાં એક અણધારી આફત આવી, ‘જિણી મૉથ” એકાએક દરિયાઈ તોફાનમાં ફસાઈ ગઈ. આખી હોડી એક બાજુ નમી ગઈ. તેનો સઢ દરિયા ભેગો થાય તેમ હતો. જો આ સમયે એ નૌકાને સીધી ન કરે તો સ્થિતિ એવી હતી કે એમાં પાણી પેસી જાય અને નૌકાની સાથોસાથ પોતાને પણ જલસમાધિ લેવી પડે. નિરાંતે આરામ કરતા ચિશેસ્ટર પાસે કપડાં પહેરવાનો પણ વખત ન હતો. એમણે ખૂબ મહેનત કરી, સઢને હોડીમાં સરખો ગોઠવી દીધો અને ધીરે ધીરે નૌકા સીધી થઈ ગઈ. વૃદ્ધ ચિશેસ્ટરની સફર આગળ ચાલી. નૌકામાં એમણે તીખી ભાજી વાવી હતી. એનો પહેલો ફાલ ઊતર્યો ત્યારે એ ઝાપટી જવામાં આ એકલવાયા સાગરવીરને ભારે મઝા પડી. સફર આગળ ધપતી હતી. સમય પસાર થતો સાગરનો સાવજ • 33
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy