SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કૃત્રિમ પગ દ્વારા ચાલતો થયેલો પેન્ગ શુઇલીન ડોલના જેવા આકારના સોકેટની સાથે ડૉક્ટરોએ એના બંને પગ જોડી દીધા. એ પગ સાથે એવા બે કેબલ જોડ્યા કે જેને પરિણામે એનો એક પગ આગળ જાય, તો બીજા પગને પાછળ રાખે. ધીરે ધીરે આપણે ચાલીએ છીએ તેમ તે ચાલવા લાગ્યો. વળી આ પગની રચના એવી કરી કે જેથી એના પર શરીરનો ભાર આવે નહીં અને એ વાળી શકાય. એને ચાલતા જોઈને હૉસ્પિટલના વાઇસ-પ્રેસિડેન્ટ તો બોલી ઊઠ્યા, ‘અરે ! એ તો એની ઉંમરના મોટા ભાગના માણસો જેટલો સક્ષમ છે.' ચાલવા લાગેલો પેન્ગ શુઇલીન એમ કંઈ બેસી રહે ખરો ? એણો તો અર્ધા માનવીનો અર્ધી કિંમતનો સ્ટોર' શરૂ કર્યો અને ૩૭ વર્ષનો પેન્ગ આજે કુશળ વેપારી બની ગયો છે. અત્યારે એની ઊંચાઈ ૨ ફૂટ અને ૭ ઇંચ છે. જેમણે અવયવો ગુમાવ્યા છે અને કૃત્રિમ અવયવોને સહારે જીવે છે એવા 24 • જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy