SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય તેમ નહોતા, આથી સર્જનોને માટે એના પેટ નીચેના ભાગને સીવી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. પેન્ગ શુઇલીને શેનઝેનની હૉસ્પિટલમાં પૂરાં બે વર્ષ પસાર કર્યો. એના શરીરની પ્રક્રિયા વ્યવસ્થિત અને નિયમિત ચાલે, તે માટે એના પર વારંવાર ઑપરેશન કરવામાં આવ્યાં. પગ નહોતા, પેટની નીચેનો કોઈ ભાગ નહોતો. માત્ર જે માં ચૈતન્ય હતું એવા બે હાથ જ હતા, પણ એ હાથ પણ અતિ દુર્બળ હતા. બીજો માનવી મૂંગે મોંએ મોતને શરણે જાય ત્યારે પેન્ગ શુઇલીન જિંદગીના જોમ, જોશ અને મોજનો વિચાર કરતો હતો. એણે જોયું કે એના શરીરમાં કોઈ ચેતનવંતાં અંગો રહ્યાં હોય, તો માત્ર બે હાથ જ છે. એ હાથ એને માટે જીવન જીવવાનો એકમાત્ર આધાર હતા. પ્રારંભે એણે હાથને મજબૂત બનાવવા માટે વ્યાયામ શરૂ કર્યો, જેથી એ જાતે બ્રશ લઈને દાંત સાફ કરી શકે અને પોતાના ચહેરાને પાણીથી ધોઈ શકે. આ માટે પ્રત્યેક ક્ષણે એણે અપ્રતિમ પડકાર ઝીલવાનો હતો, પરંતુ એ પડકારની ભીષણતાનો વિચાર કરવાને બદલે પુરુષાર્થથી હસતે મુખે એક એક અવરોધ પાર કરવા લાગ્યો અને બે હાથના સહારે પેન્ગ શુઇલીન જીવતો રહ્યો. એની ઊંચાઈ માપીએ તો માત્ર ૭૮ સેન્ટિમીટર થાય, પણ એની કિંમતની ઊંચાઈનું માપ મેળવવું શક્ય ન હતું. એની જીવવાની શક્યતા માત્ર ત્રીસ ટકા હતી, પણ પેન્ગ શુઇલીન તો સોએ સો ટકા જીવવાના મિજાજ સાથે જીવતો હતો. એના પર કેટલાંય પરેશનો થયાં. પારાવાર વેદના વેઠી, પરંતુ એની જિજીવિષા આગળ આ બધી બાબતો સાવ ગૌણ બની રહી. અકસ્માતના એક દાયકા પછી ડૉક્ટરોએ એ પુનઃ ચાલી શકે તેવા પ્રયત્નો શરૂ કર્યા. ચીનના બેજિંગમાં આવેલા ‘ચાઇના રિહેબિલિટેશન રિસર્ચ સેન્ટરના ડૉક્ટરોએ કમરથી નીચેનો દેહ નહીં ધરાવતા આ માનવી માટે ઘણી મથામણ કરીને પગનું સર્જન કર્યું. આને માટે એક નરમ, સુંવાળું બીબું બનાવ્યું અને એની સાથે કૃત્રિમ પગોનું જોડાણ કર્યું. દર્દીની માફક ડૉક્ટરોની પણ કસોટી થઈ. ડૉક્ટરોએ ખૂબ ઝીણવટથી માપ લીધું. નિષ્ણાત ટેક્નિશિયનો 22 • જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy