SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સાથ આપતો. દિવસો એવા આવ્યા કે દશરથ માંઝીને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. લોકોએ જોયું કે ધીરે ધીરે ટેકરીનો રંગ બદલાતો જતો હતો. ટેકરીની વચ્ચેની ફાંટ વધવા લાગી. પરિણામે લોકોને માટે ટેકરી ચડવી આસાન બની ગઈ. ૧૯૮૨માં સતત ૨૨ વર્ષ સુધી એકલે હાથે ટે કરીમાંથી રસ્તો બનાવનારા દશરથના સંકલ્પ સામે વિધાતાને નમતું જોખવું પડયું. એ ટેકરી તોડતો જાય અને રસ્તો બનાવતો જાય. ટેકરી તોડીને એણે ૧૬ ફૂટનો વિશાળ રસ્તો બનાવ્યો. ટેકરીની પેલે પાર જવું સરળ બન્યું અને અનેક લોકોના જીવનમાં નવી રોશની સર્જાઈ. ગેહલુરથી નિશાળે પહોંચવા માટે બાળકોને ટેકરી પાર કરીને ૮ કિ.મી નો રસ્તો પાર કરવો પડતો હતો, હવે માત્ર ૩ કિ.મી.નો રસ્તો પસાર કરીને સમયસર શાળાએ પહોંચી જાય છે. હોસ્પિટલ પહોંચવા માટેનું પપ કિ.મી. અંતર હવે માત્ર ૧૫ કિ.મી. રહ્યું છે. આ રસ્તો પ્રેમ અને પુરુષાર્થની ગાથા સંભળાવે છે. પત્ની પ્રત્યેના પ્રેમમાંથી આ કબીરપંથી અક્કડ અને ફક્કડ એવા માણસને પહાડમાં રસ્તો બનાવવાનું મન થયું અને એણે એકલે હાથે પહાડના સીનાને ચીરીને બતાવ્યો. હવે ગામના લોકો સરળતાથી દૂરનાં ખેતરોમાં મજૂરી કરવા જઈ શકે છે અને આસાનીથી ચીજ-વસ્તુઓ ખરીદી લાવે છે. એનું આ સાહસ સિદ્ધિને વરે તે જોવા માટે એની પત્ની ફગુની દેવી જીવતી રહી નહીં, પરંતુ ૩૬૦ ફૂટ લાંબો ૩00 ફૂટ પહોળો અને ૨૫ ફૂટની ઊંચાઈ ધરાવતો આ રસ્તો સંત કબીરના અઢી અક્ષર પ્રેમના' દર્શાવતો માર્ગ બની રહ્યો. એક ગણતરી કરીએ તો દશરથ માંઝીએ કરેલું કામ વીસ-બાવીસ લાખ રૂપિયાનું ગણાય. કોઈ કૉન્ટ્રાક્ટર ડાઇનામાઇટ લગાવીને આવો રસ્તો બનાવી શક્યો શ્વેત, પરંતુ બાવીસ વર્ષ સુધી એકલે હાથે આ કામ કરનારો દશરથ માંઝી. કૅન્સર સાથે લાંબું યુદ્ધ ખેલ્યા બાદ એંશી વર્ષની ઉંમરે ૧૭ ઑગસ્ટ, ૨૦૦૭ના રોજ અવસાન પામ્યો, માંઝી ‘માઉન્ટેન મેન' તરીકે જાણીતો થયો. એના અવસાન પૂર્વે ૨૦૦૭ની ૧૯ જાન્યુઆરીએ બિહારના એ સમયના નાયબ મુખ્ય પ્રધાન એસ. કે. મોદીએ પ્રગટ કરેલા પુસ્તકમાં ‘બિહારી ઉલ્લાસનું પ્રતીક : દશરથ માંઝી' એવો લેખ પ્રગટ કરવામાં આવ્યો, મનીષ જહાએ એકલવીર માંઝી • 19.
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy