SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ છુપાવીને બહાર લઈ ગયો. કેટલાંકને બે દરવાજાવાળા ચર્ચમાં ઘુસાડી દીધાં, એક દરવાજે આ બાળકે યહુદી તરીકે પ્રવેશ પામે અને એને બીજે દરવાજે ખ્રિસ્તીના વેશમાં બહાર નીકળે ! આફતના આ કાળમાં કોણ મદદ કરશે ? કોણ આ બાળકોને સાચવશે ? આ સમયે ચર્ચે મદદ કરી અને એણે મોટાભાગનાં બાળકોને ધાર્મિક સંસ્થાઓમાં મોકલી આપ્યાં. ચર્ચની જે ‘સિસ્ટ'ને એણે આ બાળકો આપ્યાં, તેમના સહકારની નોંધ કરી. ઇરેનાએ જોયું કે કોઈએ એ બાળકને સ્વીકારવાની ક્યારેય અનિચ્છા દાખવી નહીં. આ યહૂદી બાળકોને ખોટી ઓળખ આપી અનાથાશ્રમ, કોન્વેન્ટ અથવા તો માનવસેવાની સંસ્થાઓને મોકલી આપવામાં આવ્યાં. ઇરેનાએ સંભાળપૂર્વક ખાસ સંજ્ઞાઓના સ્વરૂપે આ બાળકોનાં સાચાં નામની ઓળખની યાદી બનાવી. એ યાદી એણે જાર(બરણી)માં મૂકીને તેને જર્મન બેરેકની શેરી પાસે આવેલા સફરજનના ઝાડ નીચે છુપાવી દીધી હતી. બસ, એને એક આશા હતી કે ક્યારેક આ મહાતાંડવ શમી જ છે. ક્યારેક આ વિશ્વયુદ્ધ પૂરું થશે અને આવું થશે તો એ બરણીને જમીનમાંથી ખોદી કાઢી બાળકોને એમના સાચા ભૂતકાળથી વાકેફ કરી શકશે, એની આ બરણીમાં અઢી હજાર બાળકોનાં નામની યાદી સચવાયેલી હતી. મોતને સાથે રાખી જીવતી ઇરેના સેન્ડલર સામે મોત આવીને ઊભું રહ્યું. નાઝીઓને એની ગુપ્ત પ્રવૃત્તિની ભાળ મળી. ૧૯૪૩ની ૨૦મી ઑક્ટોબરે ઇરેનાની ધરપકડ કરવામાં આવી. એને જેલમાં પૂરવામાં આવી, એના પર યાતનાઓનો વરસાદ વરસાવવામાં આવ્યો. ધમકી, અપશબ્દો અને ડંડામાર થવા લાગ્યો. ઇરેના પોતાની પ્રવૃત્તિ વિશે એક શબ્દ પણ બોલતી નહોતી. જર્મન છૂપી પોલીસે એના હાથ અને પગ પર લાઠીનો પ્રહાર શરૂ કર્યો. નિર્દય રીતે માર મારીને એના હાથ-પગ તોડી નાખ્યા. બધાને હતું કે આ યાતનાઓને કારણે ઇરેનાનો અંત આવી જશે અને જો ઇરેના મૃત્યુ પામે, તો આ યહૂદી બાળકોની સાચી ઓળખ સદાને માટે અજ્ઞાત બની રહેશે ? 10 * જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy