SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સેંકડો યહૂદીઓનો એણે સંપર્ક કેળવ્યો. એમની પાસે ઉપર આકાશ કે નીચે ધરતી નહોતી, માત્ર સામે ઊભેલા મૃત્યુની યાદ આપતી જેલની ઊંચી તોતિંગ દીવાલો હતી, ઇરેના સેન્ડલર આ કારાવાસમાં ઘૂમવા લાગી. એનું કામ ચેપી રોગોથી પીડિત લોકોને સહાય કરવાનું હતું અને પોલૅન્ડ પર આધિપત્ય મેળવનારા જર્મનોને ચિંતા હતી કે આ ગેટની દીવાલોમાંથી પેલો ચેપી રોગ જો કૂદીને બહાર આવશે, તો એમને માટે જીવલેણ આત બનશે! ઇરેનાએ જેલની મુલાકાત લઈને કારાવાસમાં સબડતા એ લોકો માટે ખોરાક, દવા અને કપડાંની વ્યવસ્થા કરી. એમની જે દશા જોઈ, એનાથી ઇરેના કમકમી ઊઠી. દર મહિને ગેટોમાં પાંચ હજાર જેટલા લોકો ભૂખમરા અને રોગોથી પીડાઈને મૃત્યુને ભેટતા હતા. કેટલાંય નાનાં યહૂદી બાળકો આ નરકાગારમાં સબડતાં હતાં. કોઈની પાસે ખાવા માટે બ્રેડ નહોતી, તો કોઈની પાસે જીવ બચાવવા માટે દવા નહોતી. ઇરેનાની સામે મોટો પડકાર ખડો થયો, જોકે એ આ યહુદીઓ તરફ સહેજ પણ હમદર્દી બતાવે અને હિટલરના જાસૂસી તંત્રને એની જાણ થાય, તો બીજી જ ક્ષણે એને બંદૂકની ગોળીથી ઉડાડી દેવામાં આવે. મોતને મુઠ્ઠીમાં રાખીને એણે સેવાકાર્ય કરવાનું હતું. એ ગેટોની ઊંચી દીવાલોમાંથી યહૂદી બાળકોને બહાર કાઢતી હતી. એ બહાર નીકળેલાં બાળકોને આશરો આપનારાં બહુ થોડાં કુટુંબો હતાં. ઇરેના અને એના સેનિટેશન ઇન્સ્પેક્ટરોની ટુકડી રોજ ગેટોમાં પ્રવેશતી. એમની પાસે સેનિટેશન ટ્રક હતી અને એની તેઓ લાકડાની પટ્ટી નીચે છુપાવીને બાળકોને બહાર કાઢતા હતા. ઇરેના વિવિધ ‘કિટ' અને પુરવઠા માટેની ગૂણીઓ પણ લઈ જતી હતી. નાનાં બાળકોને આમાં છુપાવીને એ જીવતા નરકમાંથી બહાર કાઢતી હતી. વળી એ બહાર નીકળતી, ત્યારે છુપાવેલાં બાળકોનો અવાજ નાઝી સૈનિકો સાંભળે નહીં, તે કામ એનો પાળેલો કૂતરો કરતો હતો. એણે આ કુતરાને એવી રીતે કેળવ્યો હતો કે કોઈ નાઝી સૈનિકને જુએ એટલે તરત જ ભસવા લાગે. કૂતરાના ભસવાના અવાજ માં ગૂણીઓમાં સંતાડેલાં એ ૨ડતાં બાળકોનો 8 • જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy