SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન આપતો રેન્ડી પાઉશ અને પત્ની જેઇએ હસતે મુખે પિટ્સબર્ગ જવાની વાતમાં સંમતિ આપી. યુનિવર્સિટીએ રેન્ડી પાઉશના ‘લાસ્ટ લૅક્ચર’ માટેની તૈયારી આરંભી દીધી. ૨૦૦૭ની ૧૮મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો. આને માટે રેન્ડી પાઉશના સ્વાસ્થ્યને જોતાં અને સમારંભમાં પહોંચવાની અનુકૂળતાને જોતાં ૧૭મી સપ્ટેમ્બરે પિટ્સબર્ગ પહોંચી જવું જરૂરી હતું. પરંતુ આ ૧૭મી સપ્ટેમ્બર એ તો રેન્ડી પાઉશની પ્રિય પત્ની અને એનાં ત્રણ સંતાનોની વહાલસોયી જનની જેઇનો જન્મદિવસ હતો. પોતાનાં બાળકો વિના આ જન્મદિવસની ઉજવણી થાય તે કેવું ? વળી, પતિ-પત્ની બંને જાણતાં હતાં કે જન્મદિવસ સાથે ઊજવવાનો એમને માટેનો અંતિમ અવસર હતો. આવે સમયે રેન્ડી પાઉશ કુટુંબથી દૂર હોય તે કેમ ચાલે ? આવે દિવસે પોતાનાં સંતાનોને એકલાં મૂકીને જેઇ રેન્ડીની સાથે પિટ્સબર્ગ જાય, તે પણ સંભવ નહોતું. હવે કરવું શું ? અંતિમ પ્રવચનમાં આવેલા આ અવરોધનું નિવારણ કરવા માટે રેન્ડી અને જેઇએ ભારે મથામણ કરી અને છેવટે એવું નક્કી કર્યું કે ૧૭મી તારીખે સહુએ સાથે મળીને જેઇના જન્મદિવસની ઉજવણી કરવી અને ૧૮મી તારીખે વર્જિનિયાથી નીકળી પિટ્સબર્ગ સીધા પ્રવચનના સ્થળે જ પહોંચી જવું અને એ જ દિવસે પાછા ફરવું. રેન્ડી પાઉશે મુશ્કેલીમાંથી માર્ગ શોધી કાઢ્યો, કારણ એટલું જ હતું કે અંતિમ વ્યાખ્યાન * 139
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy