SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નાયગરાના પાણીમાં ૧૬૦ ફૂટ ઊંચું દોરડું બાંધી ૧૧૦૦ ફૂટ ચાલતો બ્લોન્ડીન બીજી બાજુ બ્લોન્ડીનનાં પોસ્ટર અને પૅલેટ ઠેર ઠેર વહેંચાવા લાગ્યાં અને એને પરિણામે આસપાસના જનસમૂહમાં અતિ ઉત્તેજના ફેલાઈ ગઈ. સાહસનો સમય નજીક આવતાં અહીં લોકો ઉત્કંઠાભેર એકત્રિત થવા લાગ્યા. ઘણા વેપારીઓને માટે આ ઘટનાની પ્રસિદ્ધિ એ કમાણીની સુવર્ણતક હતી, તેથી એમણે સામે ચાલીને પ્રબળ લોકજિજ્ઞાસા જાગ્રત કરી. રેલવે કંપનીએ આ ઘટના જોવા માગતા મુસાફરો માટે ‘સ્પેશિયલ’ ટ્રેનો દોડાવી અને હજારો લોકો આ સાહસ જોવા માટે નાયગરા ધોધની બંને બાજુ એકઠા થયા. કેટલાકે વળી આની સામે એવો વિરોધ કર્યો કે બ્લોન્ડ્રીનનો આ ‘સ્ટંટ’ નાયગરાના ધોધની ગરિમા ઘટાડી નાખશે અને ભવિષ્યમાં એની પશ્ચાદ્ભૂમાં સર્કસના ખેલો પણ ભજવાશે અને તેથી બ્લોન્ડીનને આ ખેલ કરવાની પરવાનગી આપવી જોઈએ નહીં. બ્લોન્ડીનની ઇચ્છા તો ગોટ આઇલૅન્ડ પર દોરડાના એક છેડાને બાંધવાની હતી, પરંતુ આવા વિરોધને કારણે એક માઈલ નીચે એને આ દોરડું મુઠ્ઠીમાં લીધું મોત * 123
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy