SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિઓમાં વાળવા લાગી. શિક્ષણ પ્રત્યેની એમની અભિરુચિ કેળવાય એને માટે સતત મહેનત કરવા લાગી અને શિક્ષણના માધ્યમથી આ બાળકોના માનસ પરિવર્તનનો રાહ અપનાવ્યો, આજ સુધી એવું બનતું કે ચોતરફ હિંસા જોનારાં બાળકો નાની નજીવી વાતમાં પણ હિંસા પર ઊતરી આવતાં હતાં. વર્ગખંડનું વાતાવરણ હંમેશાં તંગ રહેતું હતું. નિશાળનાં રમતનાં મેદાનો તોફાન અને મારામારીનાં રણમેદાનો બની ગયાં હતાં. આવે સમયે આ બાળકોને વર્ગખંડની બહાર લઈ જઈને હાનને એમનું આગવી રીતે ઘડતર કર્યું. એણે જોયું કે પ્રાથમિક શાળામાં પહેલાં બારાક્ષરી શીખવવામાં આવતી, ગણિત શીખવવામાં આવતું, આ શીખવવાની પદ્ધતિને હાનને રમત રમવાની પદ્ધતિમાં ફેરવી દીધી. એણે કહ્યું કે ‘રમત રમો અને આપોઆપ શિક્ષણ પામો.’ એ વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતો પર ભાર આપવા લાગી અને સાથોસાથ એમના પૉઝિટિવ વર્તનની સદા પ્રશંસા કરવા લાગી. બાળકો સાથેની એની હળવા-મળવાની રીતથી બાળકોના હિંસક વર્તનમાં ઉત્તરોત્તરી ઘટાડો થવા લાગ્યો. એણે વિશ્વાસ, સન્માન, પ્રમાણિકતા અને સંવેદનાસભર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એક વિદ્યાર્થી એકલો કોઈ કાર્ય કરે તેમ નહીં, પરંતુ એણે સહિયારા કામનો આનંદ સમજાવ્યો. બાળકોમાં સહકાર અને સદ્ભાવનાની ભાવના જગાડી. જુદા જુદા પરિસંવાદોમાં એણે પોતાનું દૃષ્ટિબિંદુ પ્રગટ કર્યું અને કહ્યું કે બૉમ્બ કે બંદૂકથી નહીં, પરંતુ શિક્ષણથી એની પ્રજા પોતાના વતનને પાછું મેળવી શકશે. હાનન પોતાની કેફિયત આપતાં કહે છે, “મારા માટે વર્ગખંડ એ જ મારું ઘર છે. મારા કુટુંબીજનો ઉપરાંત આ વર્ગખંડનાં બાળકો એ મારું કુટુંબ છે. મારું માનવું છે કે બધાં જ બાળકો હિંસક વાતાવરણમાંથી બચવાં જોઈએ. મારું બાળપણ અનેક મુશ્કેલીઓ સહન કરતાં વીત્યું હતું. હું ઇચ્છું છું કે આ બાળકોને તેવા અનુભવમાંથી પસાર થવું ન પડે. એક વખત હિંસાનું ચક્ર સર્જાય, પછી તેને તોડવું અતિમુશ્કેલ હોય છે. બાળકો પર પર્યાવરણની ગાઢ અસર થાય છે. કેટલાંક પેલેસ્ટાઇનનાં બાળકો જે હિંસા આચરે છે, તે તેની ચોપાસ થતી હિંસાનો જ પ્રત્યાઘાત છે. મારે બાળકોને શિક્ષણ મેળવવા માટે T16 • જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy