SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દેશમાં ઉત્પન્ન થાય એ મારું મનોરાજ્ય છે. આ દેશના ખૂણેખાંચરેથી મેં વિદ્યાર્થીઓને યુવકોને શોધી કાઢી પ્રોત્સાહન આપ્યું છે. મન, વાણી, શરીર અને ધનથી રામમૂર્તિ હિંદુસ્તાનના યુવાનોનો સેવક બન્યો છે. રામમૂર્તિ જ શેઘણાય ગયા છે-પણ હું મરતાં મરતાં સાંત્વન લઈશ કે મારાથી બનતી સેવા ભારતમાતાના પાલવમાં નાખી છે. તરુણો ! મારો એટલો સંદેશ છે કે ભારતની ખરી સેવા તો બ્રહ્મવીર-બ્રહ્મચારી બનવાથી થશે, મન, વચન અને શરીરનું ઐક્ય સાધવાથી જ થશે. આપણા જ દેશમાં આનાં જ્વલંત દૃષ્ટાંતો ક્યાં ઓછાં છે ?” રામમૂર્તિનો જે સંદેશ હતો, એવું જ એમનું જીવન હતું. એમના શબ્દોમાં અનુભવની તાકાત હતી. ખોટા આડંબરને તેમાં સ્થાન નહોતું. આથી જ રામમૂર્તિ ‘એકાગ્રતા'ના ઉપાસક તરીકે આજે પણ યાદ કરાય છે. ૧૯૩૮ની ૨૦મી જાન્યુઆરીએ બપોરના ૨-૫૦ કલાકે બાલનગીરની જનરલ હૉસ્પિટલમાં રામમૂર્તિનું અવસાન થયું, પરંતુ અજોડ આત્મબળ મેળવનારા રામમૂર્તિ હિંદના જુવાનોના આદર્શ બની ગયા. બળની વાત થાય અને રામમૂર્તિનું નામ આવ્યા વગર રહે નહિ. દમિયલ શરીરમાં દૈવી શક્તિ પ્રગટાવનારા રામમૂર્તિએ ભારતના સપૂતોમાં ઊજળું સ્થાન પ્રાપ્ત કર્યું. 110 • જીવી જાણનારા
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy