SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ રામમૂર્તિને લાગ્યું કે આ સેન્ડોની સાથે બળની પરીક્ષામાં પોતે જીતી જાય, તો જગતભરમાં નામના થઈ જાય ! ભારતમાં ગોરાનું રાજ , આથી આ ગોરા પહેલવાનનો જયજયકાર થઈ રહ્યો. છાપાં તો એના બળનાં વખાણ કરતાં મરી પડે. એના બળની વાત સાંભળીને ભલભલાની હિંમત ભાંગી જાય. રામમૂર્તિ વિચારવા લાગ્યા કે આ ગોરા મલ્લને જો બળની બાબતમાં હરાવી દઉં તો મોટું કામ થઈ જાય. સેડોની નામના ખૂબ હતી એટલે પહેલાં તો હિંમત ન ચાલી. ચિંતા કરે કે એને પડકાર આપવો કે નહીં. આખરે એણે એક યુક્તિ કરી, સેન્ડોના નોકર સાથે દોસ્તી કરી. એક વખત એને માદક પદાર્થ ખવડાવીને, તેના ખિસ્સામાંથી ચાવીઓ કાઢી સેન્ડોના તંબુમાં જઈને એના ડંબેલ્સ તપાસી લીધા. એમને ખાતરી થઈ કે સેન્ડો જરૂ૨ બળવાન છે, પણ એનાં વખાણ થાય છે તેટલો બળવાન નથી. પા શેર બળ છે, પણ એની સાત પા શેરની જાહેરાત થાય છે ! એમણે સેન્ડોને એના બળની તાકાત બતાવવા પડકાર ફેંક્યો. કોણ નીકળ્યો આ માથાનો ? સેન્ડોને તો પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. એણે રામમૂર્તિને માટે ખાનગી તપાસ ચલાવી, ખબર પડી કે એના કરતાં તો રામમૂર્તિ બમણું-ત્રણગણું વજન ઉઠાવે છે. સેન્ડો છાતી ઉપર ચાર હજાર રતલ વજન ઊંચકી શકતો, જ્યારે રામમૂર્તિ તો છ હજાર રતલ વજન આસાનીથી ઊંચકી શકતા. હવે થાય શું ? સેન્ડોની ખરી વિશેષતા જ વજન ઊંચકવાની એની તાકાત ગણાતી હતી. એને થયું કે રામમૂર્તિની સામે હરીફાઈ કરવી એટલે સામે ચાલીને હાર મેળવવા જેવું જ ગણાય. આથી એણે જાહેર કર્યું, “ કાળા માનવી સાથે હું હરીફાઈ કરતો નથી.” રામમૂર્તિ નિરાશ થયા. એમને આશા હતી કે સેન્ડો જેવો વિખ્યાત ગોરા મલ્લને હરાવવાથી એમના બળની કિંમત થશે. પરંતુ સેન્ડોના ઇન્કાર રામમૂર્તિના હૈયાને વલોવી નાખ્યું. રંગના બહાને તાકાતના મેદાનમાંથી એ છટકી જાય, એ માટે તેમને ખૂબ લાગી આવ્યું. આ સમયે દુનિયામાં સૌથી વધુ વજન ઊંચકનાર રામમૂર્તિ હતા. એકાદ વર્ષ સુધી ‘સાઉથ ઇન્ડિયન એશ્લેટક ઍસોસિયેશન'ના આશ્રય શુરાને પહેલી સલામ • 101
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy