SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ માણ્યા પછી ભિખારીના હાથમાં કોડી ન મૂકનાર પેલા શ્રીમંતો ગરીબ કે પછી લોકોનાં દિલ બહેલાવનાર આ સંગીતકાર ? આ બેમાંથી મનથી કોણ વધુ ગરીબ? તેઓ પેરિસના પ્રવાસે ગયા. એમણે જોયું તો અહીં રાજકીય કેદીને જાહેરમાં ફાંસી આપવામાં આવતી હતી. પ્રવાસી લિયો ટૉલ્સ્ટૉયે દેહાંતદંડનું આ દૃશ્ય જોયું અને કંપારી છૂટી. આવી રીતે દંડ આપનારા શાસન સામે ધૃણા જાગી અને દેહાંતદંડની સજામાં માનવસંસ્કૃતિનો હ્રાસ દેખાયો. આમ એમણે પશ્ચિમ યુરોપનો પ્રવાસ કર્યો, ત્યારે એના બાહ્ય વૈભવની સાથોસાથ આંતરિક દારિત્ર્યનો અનુભવ કર્યો અને એથી એમના મનમાં પશ્ચિમના ભૌતિકવાદ અંગનો વિરોધ ઘણો પ્રબળ બની ગયો. પ્રસિદ્ધ લેખક વૉલ્ટર સ્કોટ પ્રાણીમાત્ર પ્રત્યે અત્યંત દયાળુ હતા. પ્રેમનો આનું કારણ એ છે કે એક વાર એમણે પોતાની કુમાર અવસ્થામાં પાળેલા કૂતરા પદાર્થપાઠ પર ગુસ્સે ભરાઈને પથ્થર ફેંક્યો હતો. એ પથ્થર કૂતરાના પગમાં વાગ્યો અને એના પગ ભાંગી જતાં કૂતરો અપંગ બની ગયો હતો. પગની અસહ્ય પીડાને કારણે કૂતરો ચીસાચીસ કરતો હતો. આમતેમ લંગડાતો ફરતો હતો. ક્યારેક ખૂણામાં મુડદાલ થઈને પડ્યો રહેતો હતો. ધીરે ધીરે એકાદ દિવસ પછી કૂતરાની પીડા ઓછી થઈ. એ લંગડાતો વૉલ્ટર સ્કૉટની પાસે આવીને બેઠો. કશું જ ન બન્યું હોય તેમ અગાઉની માફક પ્રેમથી તેમના પગ ચાટવા લાગ્યો. અબોલ પ્રાણીની આવી નિર્વેર ભાવના જોઈને વૉલ્ટર સ્કૉટનું હૃદય આક્રંદ કરી ઊઠ્યું. તેઓ વિચારવા લાગ્યા કે જો આ કૂતરાને બદલે કોઈ માણસને પથ્થર નહીં, પણ નાની કાંકરી મારી હોત તો શું થાત ? જન્મ : ૯ સપ્ટેમ્બર ૧૮૨૮, યાસ્નાયાપોલિયાનો, રશિયા અવસાન ઃ ૨૦ નવેમ્બર ૧૯૧૦, લેવટોક્ટૉય, રશિયા ૧૫૪ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૧પપ
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy