SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કલાકારે કહ્યું, “ઓહ મિત્ર ! તું કેટલા બધા વર્ષે મળ્યો. ક્યાં હતો તું ?” “અરે, બે વર્ષ પહેલાં તને મળવા આવ્યો હતો, પરંતુ તું ચિત્ર દોરવામાં એટલો બધો મગ્ન હતો કે હું તને ખલેલ પહોંચાડ્યા વિના પાછો જતો રહ્યો હતો.” લિયોનાર્ડો દ વિન્ચીએ કહ્યું, “સાચી વાત છે. આ કલામાં ડૂબી જાઉં છું, ત્યારે દુનિયા ભૂલી જાઉં છું.” મિત્રએ સવાલ કર્યો, “મને આશ્ચર્ય એ છે કે આજથી ત્રણ વર્ષ પૂર્વે આવ્યો, ત્યારે તું આ જ ચિત્ર દોરતો હતો. આજે એ જ ચિત્ર દોરી રહ્યો છે. મને તો એ વખતે એમ હતું કે થોડી વારમાં ચિત્ર દોરાઈ જશે, પણ હજી એ કલાકૃતિ કેમ સંપૂર્ણ થઈ નથી ?” લિયોનાર્ડો દ વિન્ચીએ હસતાં હસતાં કહ્યું, “દોસ્ત, આ જ છે એની મજા. ક્યારેક એમ થાય કે એની પાછળ ઊંચા-નીચા ખડકોથી બનેલા પર્વતો અને નદીઓ ધરાવતા કુદરતી દૃશ્યને વધુ સુંદર બનાવું, ક્યારેક એમ થાય કે મૃદુ છાયા-પ્રકાશની સ્ટમાટો નામની કલાથી ચિત્ર દોરું. એના હોઠનો ડાબો ખૂણો ગાલ તરફ હેજ ખેંચાયેલો રાખીને એના સ્મિતને વધુ આકર્ષક બનાવું ! મારે એના શરીરના સૌંદર્યને પ્રગટ કરવું હતું, પણ અલંકારોથી નહીં. આથી અલંકાર વિનાની આ યુવતીના શારીરિક સૌંદર્યને સોળે કળાએ ખીલવાની મોકળાશ આપું છું. બસ, આમ કલાકૃતિને મઠારે જાઉં છું.” લિયોનાર્ડો દ વિન્ચીની ત્રણ વર્ષની મહેનતે તૈયાર થયેલું “મોનાલિસા' ચિત્ર વિશ્વનું સૌથી મશહૂર ચિત્ર બન્યું. ૧૯૧૮માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનારા મંક્સ પ્લા સત્ય જ ઊર્જાકણોની શોધ દ્વારા ભૌતિકશાસ્ત્રની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. સર્વસ્વ. જર્મનીના મ્યુનિક શહેરમાં અભ્યાસ કરતા મૅક્સ પ્લાન્ય જીવનના પ્રારંભે સંગીતકાર થવાનો વિચાર રાખતા હતા, પરંતુ મ્યુનિક યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રોત્સાહનને પરિણામે એમણે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી તરીકેની કારકિર્દી પસંદ કરી. એમનું વ્યક્તિત્વ મૃદુ કિંતુ માનવતાસભર હતું અને તેથી હિટલરે જ્યારે યહુદીઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું, ત્યારે મૅક્સ પ્લાન્ક પોતાના સાથી યહુદી કાર્યકરોની રક્ષા કરવા માટે આગળ આવ્યા. એમણે શોધેલો ક્વોન્ટમ સિદ્ધાંત ખગોળ-ભૌતિક વિજ્ઞાનીઓ માટે અત્યંત ઉપયોગી પુરવાર થયો. ૧૯૩૦માં તેઓ ‘કેસર વિલહેમ સોસાયટી'ના પ્રમુખ બન્યા, જે પ્રતિષ્ઠિત સંસ્થા બીજા વિશ્વયુદ્ધ બાદ મેક્સ પ્લાન્ક સોસાયટી તરીકે જાણીતી થઈ. નાઝી શાસનનો વિરોધ કરતા મૅક્સ પ્લાન્ક સરમુખત્યાર હિટલરના કોપનો ભોગ બન્યા. જન્મ : ૧૫ એપ્રિલ, ૧૪૫૨, વિન્ચી, ઇટાલી અવસાન : ૨ મે, ૧૫૧, એબોઈલ, ફાન્સ ૧૪૬ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૪૭
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy