SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપના કરી. ૧૯૧૪ના ડિસેમ્બરમાં ભૌતિક વિજ્ઞાની પ્લાન્ટે આપેલી ક્વૉન્ટમની થિયરીએ એ ક્ષેત્રમાં એક નવા યુગનો પ્રારંભ કર્યો. ક્લાસિકલ ફિઝિક્સને આધુનિક ફિઝિક્સમાં રૂપાંતર કરવામાં ક્વૉન્ટમ થિયરીના શોધક મૅક્સ પ્લાન્ક કારણભૂત બન્યા. જો મૅક્સ પ્લાન્કે ભૌતિક વિજ્ઞાનમાં આગળ ધપવાનો પ્રયત્ન છોડી દીધો હોત તો એને અને ભૌતિક વિજ્ઞાનની વિદ્યાશાખાને ઘણું નુકસાન થયું હોત. પ્લાન્કને ૧૯૧૯માં નોબેલ પારિતોષિક મળ્યું. જગતમાં બહુ ઓછા વિજ્ઞાનિકોની આકૃતિ રાષ્ટ્રના ચલણી સિક્કા પર મળે છે. ૧૯૫૮માં જર્મનીએ પ્લાન્કના ચિત્રવાળો સિક્કો બહાર પાડ્યો. ક ' ‘ક્વીન ઓફ ક્રાઇમ' તરીકે જાણીતાં ડિટેક્ટિવ નવલકથાઓનાં પૈડાંમાં તેલ અંગ્રેજ લેખિકા અગાથા ક્રિસ્ટીએ ૩૦માં વર્ષે પહેલી ડિટેક્ટિવ નવલકથા “ધ સીંચનાર મિસ્ટીરિયસ અફેર' લખી. એમાં એમણે બેલ્જિયન ડિટેક્ટિવ પાત્ર પ્યારોનું સર્જન કર્યું. ત્યારબાદ આ પાત્રને કેન્દ્રમાં રાખીને આ રહસ્યલેખિકાએ એક પછી એક કેટલીય રહસ્યકથાઓની રચના કરી. એમાં પણ ૧૯૨૦-૧૯૩૦નો દાયકો તો એમની રહસ્યકથાઓના સુવર્ણયુગ સમાન ગણાય છે. એમનું પ્યારો નામનું ડિટેક્ટિવ પાત્ર ખૂબ ખ્યાતિ પામ્યું. એ ઉપરાંત એમણે પારકર પાઇન, ટોમી તથા ટુપેન્સ, હાર્લી ક્વીન તેમજ વિનમ્રતા અને ચબરાકીથી શોભતું મિસ જેન માર્પલ જેવાં પ્રખ્યાત પાત્રો આપ્યાં. એમની રહસ્યકથાઓ પરથી નિર્માણ પામેલાં ચલચિત્રો પણ લોકપ્રિય નીવડ્યાં અને એ જ રીતે એમણે કરેલાં નાટ્યરૂપાંતરો પૈકી ‘ધ માઉસ ટ્રેપ' લંડનના વેસ્ટ એન્ડ ખાતે ૧૯૫૨માં પ્રથમ જન્મ ૩ ૨૩ એપ્રિલ ૧૮૫૮, કીલ, જર્મની અવસાન : ૪ ઓક્ટોબર ૧૯૪૩, ગોટિંજન, જર્મની ૧૧૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૧૯
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy