SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યું, ત્યારે એનાથી તદ્દન વિરુદ્ધ હવે ‘પૉઝિટિવ' અભિગમ ધરાવીને મારી સ્થિતિમાં પરિવર્તન ન કરી શકું ? જો ‘નૅગેટિવ' વિચાર આવી ગંભીર બીમારી લાવતા હોય તો પોઝિટિવ વિચારો તંદુરસ્તી કેમ ન લાવી શકે ? એણે જોયું કે ‘પૉઝિટિવ' વિચારોનું એક પ્રબળ માધ્યમ હાસ્ય હતું. એ હાસ્ય પામવા માટે હાસ્યકથાઓ વાંચવા લાગ્યો અને હાસ્યફિલ્મો જોવા લાગ્યો. મિત્રોને તાકીદ કરી કે એમને કોઈ ટુચકો કે રમૂજ મળે તો તરત જ એને મોકલી આપે. આ ભયાનક બીમારીમાં એને અપાર શારીરિક વેદના થતી હતી. પરિણામે એ સુઈ શકતો નહીં. એણે વેદનામુક્તિ અને નિદ્રાનો નવો ઉપાય શોધી કાઢ્યો. એ દસ મિનિટ સુધી એટલું ખડખડાટ હસતો કે કલાકો સુધી શરીરની વેદનામાંથી મુક્તિ પામીને નિદ્રાસુખ મેળવતો હતો. નોર્મન કઝિન્સ એની બીમારીમાંથી સાજો થયો, એટલું જ નહીં પણ બીજાં વીસ વર્ષ સુધી એ આનંદી, તંદુરસ્ત અને કાર્યરત જીવન જીવ્યો. ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી ફાહિયાન (આશરે ઈ.સ. અણહક ૩૩૭ થી આશરે ઈ.સ. ૪૨૨) ભારતના પ્રવાસે આવ્યા હતા અને એમના પર હક્ક પ્રવાસના વૃત્તાંતમાંથી ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની વિગતો મળે છે. ફાહિયાને પોતાના પ્રવાસ-વર્ણનમાં લખ્યું છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી. લોકો સંતોષી હતા અને એમને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો અને સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. લોકો બહાર જાય, ત્યારે ઘર પર તાળું લગાડતા નહોતાં. આવો ચીની પ્રવાસી ફાહિયાન એકવાર ફરતાં-ફરતાં રાજ દરબારમાં જઈ ચડ્યો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો. ફાહિયાનને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર સાથે ઝઘડતા હશે ? પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે આ બીજા ખેડૂતને એણે એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું જન્મ : ૨૪ જૂન, ૧૯૧૫, યુનિયન સિટી, ન્યૂજર્સી, અમેરિકા અવસાન : ૩૦ નવેમ્બર, ૧૯૯૦, લોસ એન્જલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા ૧૧૨ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૧૩
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy