SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં. આમ ને આમ ગમગીનીમાં બીજો દિવસ પસાર થયો. ઊંઘ પણ વેરણ બની ગઈ. ત્રીજે દિવસે માથામાં દુઃખાવો થયો, શરીરમાં બેચેની વધી, સખત તાવ આવ્યો. પેલો મિત્ર પેટ્રાર્કને મળવા આવ્યો, તો એની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયો, પેટ્રાર્ક પથારીમાં વેદનાથી તરફડતો હતો. મિત્રને તો ખ્યાલ જ નહોતો કે પુસ્તક વિના એની આવી પરિસ્થિતિ થશે ! મિત્રએ ખિસ્સામાંથી કાઢીને ચાવી આપી. પેટ્રાર્ક પથારીમાંથી એકાએક બેઠો થઈ ગયો. તાવ ગાયબ થઈ ગયો. તાળું ખોલી પુસ્તકાલયમાં જઈને પુસ્તક લઈવે વાંચવા બેસી ગયો. વિશ્વવિખ્યાત ગ્રીક તત્ત્વચિંતક પ્લેટોએ ગ્રીસના સાઇરેક્યૂઝ નગરના સત્યની શોધ રાજકારણમાં ભાગ લીધો. આ વિચાર કે ગ્રીસના સરમુખત્યાર શાસક ક્ષણેક્ષણે ડાયોનિસસના વિચારો બદલવાનો પ્રયાસ કર્યો. પ્લેટોનો ખ્યાલ એવો હતો કે ડાયોનિસસ એમના વિચારો સમજીને લોકકલ્યાણકારી શાસન ચલાવે, તો રાજની સુખાકારી વધશે. પણ પ્લેટોની સુશાસનની વાત સરમુખત્યારને ગમે ક્યાંથી? એના મનમાં તો ભય જાગ્યો કે જો આ વિચારક જીવતો રહેશે, તો એના શાસન પર જોખમ આવી જશે. લોકો એના વિચારમાં માનતા થઈ જશે અને મારી સામે બળવો કરશે. આમાંથી ઊગરવા માટે એણે પ્લેટોને મોતની સજા ફરમાવી, પરંતુ ડાયોનિસસના મંત્રીએ રાજાને સમજાવ્યું કે આને ફાંસી આપીશું તો પ્રજા ઉશ્કેરાશે અને માથે નવું જોખમ ઊભું થશે. આથી ટાઢે પાણીએ ખસ કાઢવા માટે પ્લેટોને એક ધનાઢ્યને ત્યાં ગુલામ તરીકે વેચી દીધો. આ ધનાઢ્યએ પ્લેટોને ઍથેન્સ જવા દીધો. પ્લેટોના જન્મ : ૨૦ જુલાઈ, ૧૩૦૪, એરિઝો, ઇંટાલી અવસાન : ૧૯ જુલાઈ, ૧૩૭૪, આર્કવા, પેકા, ઇટાલી ૧૦૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૦૯
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy