SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કામની લિંકનને કશી ખબર નહોતી. તેઓ શાળામાં શિક્ષણકાર્ય કરતા મિત્ર મેન્ટર ગ્રેહામ પાસે પહોંચી ગયા. ગ્રેહામ આનો જાણકાર હતો એટલે લિંકન એની પાસે મોજણીનું શાસ્ત્ર શીખવા લાગી ગયા. તાપણા પાસે બેસીને એના અજવાળે અડધી રાત સુધી લિંકન ગ્રેહામ પાસે બેસીને મોજણી અંગેના દાખલા ગણવામાં કે આકૃતિઓ દોરવામાં તલ્લીન રહેતા, ક્યારેક તો છેક વહેલી સવાર સુધી મોજણીના શાસ્ત્રનો અભ્યાસ કરતા. આ રીતે પુરુષાર્થી લિંકને કારમી ગરીબાઈથી સહેજેય ચલિત થયા વિના પોતાનો પુરુષાર્થ ચાલુ રાખ્યો. આવી જુદી જુદી નોકરીઓમાં એમને સફળતા મળતી નહીં, પરંતુ પુરુષાર્થમાં પ્રબળ શ્રદ્ધા હોવાને પરિણામે મુશ્કેલીઓને ખંખેરીને આગળ વધતા રહ્યા અને અંતે અમેરિકાના સૌથી મહાન પ્રમુખ બન્યા. મેક્સિમ ગૉકનું જીવન યાતના અને વિટંબણાઓથી ભરેલું હતું. અત્યંત સાહિત્યનો દુ:ખદ સ્થિતિમાં એનું વિદ્યાર્થીજીવન પસાર થયું. એના દારૂડિયા પિતા એની આનંદરસ. માતાને નિર્દય બનીને મારઝૂડ કરતા હતા. આ ત્રાસ જોવો અસહ્ય બનતાં ગૉક વચ્ચે પડતો તો એના પિતા એને પણ ઝૂડી કાઢતા અને એની માતા પર વધુ ત્રાસ વર્તાવતા. એના પિતા સાવ થોડું કમાતા અને એનાથી વધુ રકમનો દારૂ ઢીંચતા હતા. મેક્સિમ ગૉર્કના દારૂડિયા પિતાને દારૂ પીવા માટે પૈસાની જરૂર પડતી, આથી એમણે પુત્રને ફરમાન કર્યું, ‘હવે નિશાળે જવાનું રહેવા દે. આ ઉમરે તો તારે કમાવું જોઈએ. તારા માટે મેં નોકરી શોધી રાખી છે. આવતી કાલથી જૂનાં પુસ્તકો અને પસ્તી વેચતી દુકાનમાં તારે નોકરીએ જવાનું છે.' નિશાળ છોડીને જૂનાં પુસ્તકો અને પસ્તીની દુકાનમાં મેક્સિમ ગૉર્ટી કામ કરવા લાગ્યો. દુકાનમાં દેશ-વિદેશના વિખ્યાત સર્જકોનાં પુસ્તકો આવતાં. મેક્સિમ ગૉર્કી નવલકથા, નવલિકા અને ફિક્શનને વાંચવા લાગ્યો. સાહિત્યના આનંદરસમાં ડૂબી ગયો. પોતાના નવરાશના સમયમાં એણે સ્વયં ટૂંકી વાર્તા લખી. જન્મ : ૧૨ ફેબ્રુઆરી ૧૮૯, હોર્જનવિલે, કેન્દ્રકી રાજય, અમેરિકા અવસાન ઃ ૧પ એપ્રિલ ૧૮૯૫, વાંશિંગ્ટન . સી., અમેરિક્ષ ૮૨ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૮૩
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy