SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રના અંતે બેન્જામિન ફ્રેન્કલિને લખ્યું, “જો પરિશ્રમ, કરકસર, ઈમાનદારી, લગની અને માદક દ્રવ્યોથી દૂર રહેવાની મક્કમતાને કારણે સફળ થવાતું હોય, તો હું જરૂર સફળ થઈશ. તમે મારે વિશે સહેજે નિરાશા સેવશો નહીં અને ચિંતા રાખશો નહીં.” આમ ફ્રેન્કલિન ફિલાડેલ્ફિયામાં જ રહ્યા. અહીં પ્રવૃત્તિઓનો વ્યાપ વધારતા ગયા. પરિણામે મુદ્રક, પ્રકાશક, સંશોધક અને લેખક, બંધારણના મુત્સદ્દી અને સ્થિત-વિદ્યુતનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની તરીકે બેન્જામિન ફ્રેન્કલિન વિશ્વભરમાં નામના પામ્યા. ૫૮ જન્મ - ૧૭ જાન્યુઆરી, ૧૭૦૬, બોસ્ટન, મેસેચૂસેટ્સ, અમેરિકા અવસાન : ૧૭ એપ્રિલ ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા જીવનનું જવાહિર અંધજનો માટેની વાંચવા-લખવાની લિપિના શોધક લૂઈ બ્રેઇલ માત્ર ત્રણ વર્ષની વયે અંધ બન્યા. નાનકડો લૂઈ એના પિતા સાયમન બ્રેઇલના ઘોડાના જીન બનાવવાના વર્કશોપમાં રમતો હતો. એના પિતા બહાર ગયા હતા અને લૂઈ બ્રેઇલ ચામડું કાપવાનાં અને એમાં છેદ કરવાનાં ઓજારોથી રમવા લાગ્યો. સોયાનો ઉપયોગ અચાનક મોચીકામનો સોયો એની આંખમાં પેસી ગયો. એક આંખની રોશની ચાલી ગઈ અને ઇન્ફેક્શનને કારણે બીજી આંખે પણ અંધારું થઈ ગયું. પિતા સાયમને પોતાના અંધ બાળકને (દશ વર્ષની ઉંમરે પૅરિસની નાના અંધ બાળકો માટેની રાષ્ટ્રીય સંસ્થામાં દાખલ કરાવ્યા. લૂઈ બ્રેઇલ અભ્યાસમાં તેજસ્વી હતા. તેઓ આ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયા અને સમય જતાં એ જ સંસ્થામાં અધ્યાપક બન્યા. પોતાના અભ્યાસકાળ દરમિયાન લૂઈ બ્રેઇલને પુસ્તકો વાંચવા માટે હંમેશાં બીજાનો સહારો લેવો પડતો. મનમાં સતત એમ વિચારતા કે કોઈ એવી પદ્ધતિ શોધાય ખરી કે જેના દ્વારા જીવનનું જવાહિર ૫૯
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy