SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ એમણે પોતાના મિત્રની પાતળી કાયા જોઈને મજાક કરતાં પૂછ્યું, મિસ્ટર શૉ, જો કોઈ ભારતીય અત્યારે અહીં આવે અને આપને જુએ તો એ ઇંગ્લેન્ડ વિશે શું ધારે ?” શોએ પૂછ્યું, “કેમ, એમાં શું ધારવાનું હોય ?” એ આપના સુકલકડી દેહને જોઈને કહેશે કે ઇંગ્લેન્ડમાં ભારે મોટો દુષ્કાળ પડ્યો લાગે છે.” જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહ્યું, “હા, એ વાત સાચી. પણ પછી એ મને કશું વધુ પૂછશે નહીં.” કેમ ?” ચૅસ્ટરટને ઉત્કંઠાથી કહ્યું. મને જોયા બાદ એ તરત જ તમને જોશે એટલે એને દુષ્કાળનું કારણ સમજાઈ જશે." વિશ્વના વિખ્યાત વિજ્ઞાની અને સંશોધકે થોમસ આલ્વા એડિસન પાસે અણીનો અસાધારણ અવલોકનશક્તિ હતી અને એને પરિણામે એમણે વિશ્વને આશ્ચર્ય જખમ. પમાડે એવી શોધોનું સર્જન કર્યું. એમના નામ પર એક હજાર ને ત્રાણું જે ટલી તો પેટન્ટ હતી. એમની પ્રયોગશાળા સાધનો અને પુસ્તકોની દૃષ્ટિએ કોઈ પણ જાણીતી યુનિવર્સિટીઓની પ્રયોગશાળાની બરોબરી કરી શકે એવી સુસજજ હતી. એક વાર થોમસ આલ્વા એડિસન ટેલિફોન લઈને એના મુખ આગળ આનંદભેર કોઈ ગીત ગાતા હતા. એવામાં એમના અવાજના ધ્વનિથી ઉત્પન્ન થયેલાં આંદોલનોને લીધે એક પાતળી પોલાદની અણી તેણે પાછળ ધકેલવા પ્રયત્ન કર્યો, તો એ અણી એમની આંગળીમાં પેસી ગઈ. આ જોઈને ઉત્કૃષ્ટ નિરીક્ષણશક્તિ ધરાવતા એડિસન વિચારમાં પડ્યા. એમણે વિચાર્યું કે જો હું પોલાદની અણીની ગતિની નોંધ લઉં અને પછી તેની ઉપર જ તેને પાછી ફેરવું તો આપણા બોલેલા શબ્દો તે જરૂર પુનઃ બોલી શકે. એક વાર બોલાયેલા શબ્દો પુનઃ સાંભળી શકાય. બસ, પછી તો આ જન્મ : ૨૩ જુલાઈ, ૧૮૫૬, ડબ્લિન, આયર્લેન્ડ અવસાન : ૨ નવેમ્બર, ૧૯૫૦, એયોટ, સેંટ લોરેન્સ, ઇંગ્લેન્ડ ૪૪ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૪૫
SR No.034423
Book TitleJivannu Jawahir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy