SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજોનું વિશાળ સૈન્ય નાકામયાબ પુરવાર થયું. એમના દિલની સ્વતંત્રતાની આગ આગળ અંગ્રેજોનાં શસ્ત્રો નકામાં નીવડ્યાં. રણવિદ્યામાં કુશળ ગણાતા અંગ્રેજોને કાનપુરમાં જબરદસ્ત હાર ખાવી પડી. કાનપુરની આ હારથી અંગ્રેજ સેનાપતિઓની ઊંઘ ઊડી ગઈ. એમણે વિશાળ સૈન્ય તૈયાર કર્યું. છેલ્લામાં છેલ્લાં શસ્ત્રો આપ્યાં. સર કોલિન કેમ્પબેલ નામના પ્રખ્યાત રણસેનાનીને સેનાની આગેવાની સોંપી. જનરલ કેમ્પબેલ વિશાળ સેના સાથે કાનપુર તરફ ધસી આવ્યો. નાનકડી મેનાએ આ વિશાળ સેનાના સામનાની પૂરી તૈયારી રાખી હતી. અંગ્રેજ સેના એટલી વિશાળ હતી કે જો એક જ મેદાનમાં લડાઈ થાય તો અંગ્રેજો આસાનીથી જીત મેળવે. મેનાએ સિપાઈઓની જુદીજુ દી ટુકડી બનાવી. અંગ્રેજ સેના પર ઠેરઠેરથી | હુમલા થવા લાગ્યા. અંગ્રેજ સેનાના ઘણા સૈનિકો ખતમ કર્યા. કેટલાક ગંભીર રીતે ઘાયલ પણ થયા. જનરલ કેમ્પબેલની સેના એટલી વિશાળ હતી કે છે આવી ખુવારીની તેને કશી અસર થાય તેમ ન હતી. સેના આગળ વધી. વચ્ચે આવતાં ગામ બાળતી આવે. ખોટો આરોપ મૂકીને કેટલાયને ઝાડ પર લટકાવી ફાંસી ૧૮-0-0-0-0-0-0-0-હેયું નાનું, હિંમત મોટી આપતી આવે. આખા કાનપુરને ઘેરી લીધું. ધીરેધીરે અંગ્રેજ સેનાએ હાહાકાર મચાવ્યો. એના તોપના ગોળાઓએ કેટલાય હિંદી સૈનિકોને મારી નાખ્યા. પકડાયેલા ક્રાંતિકારીઓને જનરલ કેમ્પબેલ તોપના મોંએ બાંધીને ઉડાડવા લાગ્યો. અંગ્રેજ સેના કાનપુર પર વધુ ને વધુ ભરડો લઈ રહી હતી. એની ભીંસ વધતી રહી. આઝાદીના આશકો ખપી જવા માંડ્યા હતા. મેના ઝઝૂમતી હતી. સેનાને દોરતી હતી. વ્યુહરચના ગોઠવતી હતી. એના મરવાનું જાણતી હતી, પાછા પડવાનું નહીં. ઘમાસાણયુદ્ધ ખેલાઈ રહ્યું. આ સમયે મૈનાના મનમાં એક વિચાર ઝબકી ઊઠ્યો : “અરે ! પોતાની સાથે આ ઘેરામાં તાત્યા ટોપે ફસાયા છે. તાત્યાની જિંદગી સહુથી વધુ કીમતી છે. એના બૃહ અજબ. એની ચાલ અજબ. એની હાકલ સાંભળીને મરેલાં મડદાં સામસામા હોંકારા પડકારા ! કરવા માંડે. જો એના જેવા નેતા આમાં હોમાઈ જશે, તો ક્રાંતિને મોટો ફટકો પડશે !” મેનાએ મનમાં વિચાર કર્યો. મારા જેવી કદાચ કે લડતાં ખપી જાય તો બીજી સેંકડો મેના મળી શકે, પરંતુ તે હિંદુસ્તાનની બેટી 0-0-0-0-0-0-0-0 – ૧૯ 0 0 0 0 0 0 0 0 c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5
SR No.034422
Book TitleHaiyu Nanu Himmat Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy