SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ રાજપુત્ર ઉદયચંદ્રે કહ્યું, “સંપથી, ધર્મથી અને સંગઠનથી સારી રીતે જીવી શકશો. જે પ્રજા પોતાનો ધર્મ પાળે, સંગઠિત રહે, એને કોઈ નમાવી શકતું નથી.’ નદીના ખળખળતા નીરમાં મહાન ઉદયચંદ્ર પ્રવેશ કર્યો. હરએક પગલે પાણી વધતાં ગયાં અને એ એકાએક અંતર્ધાન થઈ ગયા. સહુએ એમની ખૂબખૂબ સેવા કરી. વરુણનો અવતાર કહીને માન આપ્યું. હિંદુઓ એમને ‘ઉડરોલાલ' નામથી પૂજવા લાગ્યા. મુસલમાનો એમને ‘જિંદ પીર' નામથી નમવા લાગ્યા. ઉદયચંદ્રને લોકો ‘લાલસાંઈના નામથી ઓળખતા. આજે ચૈત્ર સુદી એકમના દિવસે સિંધમાં આવેલા લાલસાંઈના મંદિરે જઈને હિંદુ અને મુસલમાન સહુ એકસાથે એમની ઉપાસના કરે છે. આ પવિત્ર દિવસને “ચેટી ચાંદ'ના નામે પાળવામાં આવે છે. સિંધી કોમ તો આ દિવસે મોટો ઉત્સવ ઊજવે છે. હિંદુના દેવ અને મુસલમાનના પીર રાજપુત્ર ઉદયચંદ્ર સહુને એકતાનો વારસો આપી ગયા. ચેટી ચાંદ u =
SR No.034421
Book TitleBiradari
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy